કાર્યવાહી:વાહન ચાલકાે સામે બિભત્સ ચેનચાળા કરતી 7 યુવતી ઝડપાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડાની ઘટના
  • અમદાવાદ પંથકની ગેંગ વાહન ચાલકાેને ફસાવે એ પૂર્વે પકડાઇ

સાવરકુંડલા તાલુકાના માેટા જીંજુડામા અમદાવાદ પંથકની સાત યુવતીઅાે જાહેર માર્ગ પર ઉભી રહી વાહન ચાલકાે સામે બિભત્સ ચેનચાળા કરી તેમને લલચાવી ફસાવાનાે કારસાે કરી રહી હતી તે સમયે પાેલીસે ત્રાટકી અા ગેંગને ઝડપી લીધી હતી. અમરેલી જિલ્લા પાેલીસ કંટ્રાેલરૂમને યુવતીઅાેની અા હરકત અંગે સ્થાનિક લાેકાેમાથી જાણકારી મળી હતી. જેથી તેમની સુચનાને પગલે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકનાે સ્ટાફ માેટા જીંજુડા ગામે દાેડી ગયાે હતાે.

અહી બસ સ્ટેન્ડ નજીક જાહેર રાેડ પર જુદીજુદી સાત યુવતીઅાે બનીઠનીને ઉભી હતી અને અહીથી પસાર થતા રાહદારીઅાે સામે બિભત્સ ચેનચાળા કરતી નજરે પડી હતી. ગામના લાેકાે અહીથી પસાર થતા હાેય ત્યારે નિર્લજજતાથી વર્તી અા યુવતીઅાે તેમની સામે ગંદા ઇશારા કરી બિભત્સ શબ્દાે પણ બાેલતી હતી.

સાવરકુંડલા તાલુકા પાેલીસ અહી મહિલા પાેલીસકર્મીઅાે સાથે પહાેંચી હતી અને અમદાવાદમા વટવા ચાર માળીયા દુર્ગાનગરમા રહેતી 18 થી 25 વર્ષની ઉંમરની અા સાતેય યુવતીઅાેની ધરપકડ કરી હતી. તાલુકા પાેલીસે જાહેરમા નિર્લજજ વર્તન સબબ સાતેય સામે ગુનાે નાેંધ્યાે છે. ભુતકાળમા અાવી જ અેક ગેંગ રાજુલા પંથકમાથી પણ ઝડપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...