તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેમ છલાેછલ:ચાેમાસાના પ્રારંભે જ 10માંથી 7 ડેમ છલાેછલ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વાવાઝાેડા વખતના વરસાદમાં જળાશયાેમાં પાણીની થઇ હતી માેટી અાવક : 4 જળાશયાેમાંથી દરેક વરસાદ વખતે પાણી છાેડવું પડશે

વાવાઝાેડાઅે અમરેલી જિલ્લામા ખુબ માેટાે વિનાશ વેર્યાે છે. જાે કે તેનાે અાડકતરાે ફાયદાે પણ થયાે છે. વાવાઝાેડાના કારણે અમરેલી જિલ્લામા પાણીની સ્થિતિ સુધરી છે. તે વખતે પડેલા વરસાદના કારણે તમામ નદીઅાે બે કાંઠે વહેતા ઉનાળાના અંત ભાગમા જ ભુતળ ઉંચા અાવી ગયા છે. તેની સાથે સાથે જિલ્લાના જળાશયાેમા પણ વિપુલ જળરાશી ઠાલવાઇ છે. અને ત્યારબાદ ચાેમાસામા વરસાદનાે પ્રથમ રાઉન્ડ ઠીકઠીક રહેતા 10માથી 7 જળાશયાે હાલમા છલાેછલ ભરેલા છે. બલકે સતત અાેવરફલાે થઇ રહ્યાં છે.

અમરેલી જિલ્લાના સાૈથી માેટા ખાેડિયાર ડેમમાથી જ પ્રથમ વરસાદે જ પાણીનાે માેટાે જથ્થાે છાેડી દેવાે પડયાે હતાે. હાલમા અહી 20.81 મિલીયન ઘન મીટર પાણીનાે જથ્થાે ભરેલાે છે. સાૈથી સારી સ્થિતિ ધાતરવડી-1 ડેમની છે. અહી 26.90 મિલીયન ઘન મીટર પાણીની સંગ્રહ ક્ષમતા સામે 26.92 મિલીયન ઘન મીટર પાણી ભરેલુ છે. મતલબ કે અા ડેમ સતત અાેવરફલાે થઇ રહ્યાે છે.

અાવી જ રીતે સાવરકુંડલા નજીક અાવેલ સુરજવડી ડેમ પણ સતત અાેવરફલાે થઇ રહ્યાે છે. જયારે ધાતરવડી-2 ડેમ છલકાઇ ગયા બાદ હાલમા હેઠવાસના ગામાેના લાેકાેને પાણીનાે પ્રશ્ન ન રહે તે માટે તેમાથી કેનાલ વાટે પાણી છાેડવામા અાવી રહ્યું છે. રાયડી ડેમના દરવાજા પણ વારંવાર ખાેલવા પડયા છે. જાે કે અમરેલી નજીક અાવેલાે ઠેબી ડેમ માત્ર અડધાે જ ભરાયાે છે. જયારે વડી ડેમ માત્ર 30 ટકા ભરાયાે છે.

માત્ર ડેમાેની અાવી સારી સ્થિતિ નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારના તળાવાે અને ચેકડેમમા પણ પાણીની માેટી અાવક થઇ છે. જેને પગલે ખેડૂતાેને માેટાે ફાયદાે થશે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને ધારી પંથકના જળાશયાે ભરેલા છે. જાે કે અમરેલી, લાઠી, બાબરા, વડીયા પંથકમા અા સ્થિતિ જાેવા મળતી નથી.

3 ડેમમાંથી છાેડાઇ રહ્યું છે પાણી
ચાેમાસાની શરૂઅાતમા જ ધાતરવડી-2 ડેમમાથી હાલમા દરરાેજ 172 કયુસેકસ પાણી છાેડવામા અાવી રહ્યું છે. જયારે સાવરકુંડલા નજીક અાવેલ સુરજવડી ડેમ પણ સતત અાેવરફલાે થઇ રહ્યાે છે. અાવી જ રીતે ધાતરવડી-1 ડેમમાથી પણ 145 કયુસેકસ પાણી અાેવરફલાે થઇ રહ્યું છે.

વડિયા ડેમ ખાલીખમ સ્થિતિમાં
અમરેલી જિલ્લાના અન્ય જળાશયાેની સરખામણીમા વડીયા ડેમમા તદન ઉલટી સ્થિતિ જાેવા મળે છે. અા ડેમ ખાલીખમ હાલતમા છે. અહી માત્ર 10 ટકા પાણી ભરેલુ છે. નાેંધનીય છે કે વાવાઝાેડા વખતે અમરેલી જિલ્લામા સાૈથી અાેછાે વરસાદ વડીયા પંથકમા થયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...