અમરેલી કોરોના LIVE:જિલ્લામાં રવિવારે કોરોનાના 7 નવા પોઝિટિવ દર્દી નોંધાયા, 7 દર્દી સાજા થયા

અમરેલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે જિલ્લામાં માત્ર 430 લોકોના સેમ્પલ લેવાયા
  • આ ઉપરાંત જિલ્લામાં 3911 લોકોને વેક્સિન અપાઇ

અમરેલી જિલ્લામાં કોરોનાની ચાલ ધીમી છે. તેમાં પણ ગઈકાલે રવિવારની રજાનો દિવસ હોઈ ઓછા લોકોના સેમ્પલ લેવાયા હતા. પરિણામે જિલ્લામાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા. તેની સામે ગઈકાલે 7 દર્દી કોરોનાથી સાજા પણ થયા હતા. અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ગઈકાલે બગસરામાં 30 દર્દીના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 3 દર્દીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

જ્યારે સાવરકુંડલામા 10 દર્દીના સેમ્પલ લેવાયા હતા. જેમાથી 2 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ ઉપરાંત લીલીયા અને બાબરા તાલુકામા 1-1 કેસ નોંધાતા જિલ્લામા કુલ 7 પોઝીટીવ દર્દી નોંધાયા છે. સતત બીજા દિવસે અમરેલીમા કોરોનાનો એક પણ કેસ નોંધાયા નથી. ઉપરાંત ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ, લાઠી અને રાજુલામા પણ એકેય પોઝીટીવ કેસ સામે આવ્યો ન હતો.

નવા 7 દર્દી નોંધાતા અને 7 દર્દી સાજા થતા જિલ્લામાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 64 જેટલી યથાવત રહી હતી. ગઈકાલે કુલ 430 લોકોના સેમ્પલ લેવાયા હતા. જ્યારે 3911 લોકોને વેક્સીન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...