તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમરેલી-ઉના એસટી બસ દેવરાજીયા પાસે સ્વીફ્ટ કાર સાથે અથડાતા 7 લોકો ઈજાગ્રસ્ત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને 108 મારફત અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા

અમરેલી જિલ્લામાં દરરોજ નાના મોટા અકસ્માતની ઘટના સતત સામે આવી રહી છે ગઈ કાલે ખાંભા નજીક ટ્રેકટર પલટી મારતા 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ ત્યારબાદ આજે ફરી અકસ્માત ની વધુ એક ઘટના સામે આવી રહી છે. અમરેલી જિલ્લાના ધારી હાઇવે ઉપર દેવરાજીયા ગામ નજીક અમરેલી -ઉના એસ.ટી.બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોને ઈજા પહોંચી છે.

એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માત સર્જાતા એસ.ટી.બસમા સવાર લોકોમાં અફડા તફડી અને મુસાફરોમા રિતસર દેકારો મચી જવા પામ્યો હતો. જેમા 7 જેટલા લોકોને નાની મોટી ઇજા થવા પામી છે ઘટના ને પગલે 108 દોડી આવી તામામ ઇજાગ્રસ્ત લોકો ને અમરેલી સિવિલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.ઘટના સ્થળે સ્થાનિક પોલીસ પણ દોડી આવી છે અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...