તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:17 મૃતકના પરિવારને 68 લાખની સહાય ચૂકવાઈ

અમરેલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 470 મકાનના માલિકોને 18 લાખની સહાય અપાઈ

અમરેલી જિલ્લામાં ચોમાસા દરમિયાન આકસ્મિક રીતે મૃત્યુ પામેલ 17 લોકોના પરિવારને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી 68 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. ઉપરાંત ભારે વરસાદના કારણે 470 મકાન ધરાશાય થયા હતા. જેના માલિકોને પણ રૂપિયા 1857500ની સહાય પેટે અર્પણ કરાયા હતા.

અમરેલી જિલ્લામાં ઓણસાલ મેઘરાજાએ કહેર વર્તાવ્યો હતો. સમગ્ર સીઝન દરમિયાન જિલ્લાભરમાં 172 ટકા વરસાદ પડ્યો હતો. અહીં ભારે વરસાદના કારણે 470 કાચા અને પાકા મકાન ધરાશાય થયા હતા. જેના કારણે મકાન માલિકોની ઘર વખરી નાશ પામી હતી. ઉપરાંત જિલ્લામાં ચોમાસાની સીઝનમાં નદીમાં તણાઈ જવા અને વીજળી પડવાથી 17 લોકોના મૃત્યુ થયા હતા.

જેના કારણે અમરેલી જિલ્લા ડિઝાસ્ટર વિભાગે સર્વે હાથ ધર્યો હતો. જેમાં ભારે વરસાદના પગલે 17 લોકો આકસ્મિક રીતે અવસાન પામતા તેમના પરિવારને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી 68 લાખ સહાય ચુકવાઈ હતી. તેમજ 470 મકાન માલિકોને રૂપિયા 1857500ને સર્વેના આધારે નાણાં અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો