તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ શરૂ:આજથી ધો.6 થી 8ના 63,880 છાત્રો શાળાએ જશે,  કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાશે

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જિલ્લામાં એક માસ અગાઉ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયુ હતું હવે
 • શિક્ષણ વિભાગની તાલુકા કક્ષાએ બેઠક યોજાઇ
 • 880 પ્રાથમિક શાળાઓ 11 માસ બાદ બાળકોના અવાજથી ગુંજી ઉઠશે

અમરેલી જિલ્લામાં આવતીકાલથી ધોરણ 6 થી 8ના 63880 છાત્રો ફરી શાળાએ જશે . અહીં 880 પ્રાથમિક શાળાઓમાં 11 માસ બાદ બાળકોના અવાજથી ધમધમી ઉઠશે. શિક્ષણ વિભાગે બી.આર. સી મારફત તાલુકા કક્ષાએ શાળાના આચાર્ય સાથે બેઠક યોજી કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા સુચના આપી હતી. કોરોના મહામારીના કારણે છેલ્લા 11 મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ હતું. પરંતુ શિક્ષણ વિભાગે એક માસ પહેલ પ્રથમ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે અભ્યાસ શરૂ કર્યો છે.

કોરોના કાળમાં શાળાઓ ખોલવાના નિર્ણયમાં શિક્ષણ વિભાગ સફળ થતાં હવે આવતીકાલથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના છાત્રોને શાળાએ અભ્યાસ માટે બોલાવશે.અમરેલી જિલ્લામાં 648 સરકારી, 223 ખાનગી અને ગ્રાન્ટેડ 9 પ્રાથમિક શાળામાં 63880 છાત્રોનું ધોરણ 6 થી 8માં રજીસ્ટ્રેશન છે.

ત્યારે જિલ્લાની 880 પ્રાથમિક શાળામાં છેલ્લા 11 મહિના બાદ છાત્રો અભ્યાસ માટે શાળાએ આવશે. અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકાકક્ષાએ બી.આર.સી.ની મારફત શાળાના આચાર્ય સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. જેમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સૂચનાઓ અપાઈ હતી.

વાલીના સંમતિપત્ર મેળવીને જ છાત્રોને શાળાએ બોલાવાશે: શિક્ષણાઅધિકારી
અમરેલી પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તમામ છાત્રોને વાલીના સંમતિપત્ર સાથે શાળાએ બોલાવાશે. કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને શાળાએ આવવા દબાણ કરશે નહી. કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. - એમ. જે. પ્રજાપતિ, શિક્ષાધિકારી

​​​​​​​કોરોનાથી બચવા માટે વિદ્યાર્થીઓ બીજાની પેનને અડશે નહી
​​​​​​​જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જે. પ્રજાપતિએ વિદ્યાર્થીને કોરોનાથી બચવા માટે અન્યની પેનને ન અડવા , પીવાના પાણીની બોટલ ઘરેથી લઈ આવવા, માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માર્ગદર્શન આપ્યું છે.

શાળાએ છાત્રોને એક જ પાળીમાં અભ્યાસ અપાશે
​​​​​​​જિલ્લાની પ્રા. શાળામાં હજુ ધોરણ 1 થી 5નું શિક્ષણ કાર્ય બંધ છે. તેવા સમયે હવે શાળામાં અન્ય કલાસ ખાલી છે. તેવા સમયે ધોરણ 6 થી 8ના છાત્રોને જુદા જુદા કલાસમાં બેસાડી એક જ પાળીમાં અભ્યાસ કરાવાશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો