ચુંટણી:અમરેલી જિલ્લામાં ભાજપમાંથી 63 અને કોંગ્રેસમાંથી 22 દાવેદારો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી સીટ માટે ભાજપ અને કોંગી એમ બંનેમાંથી સૌથી ઓછા દાવેદારો

વિધાનસભાની ચુંટણી માથે ગાજી રહી છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જોરશોરથી શરૂ છે. અમરેલી જિલ્લાની પાંચ સીટ માટે ભાજપ અને કાેંગ્રેસે સેન્સ પ્રક્રિયા કરતા ભાજપમાથી 63 અને કોંગ્રેસમાથી 22 દાવેદારો સામે આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઇકાલે ત્રણ સભ્યોની ટીમ દ્વારા સેન્સ લેવામા આવી હતી. અમરેલી સીટ માટે ભાજપમાથી પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરત કાનાબાર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ હસમુખ દુધાત સહિત ત્રણ દાવેદાર સામે આવ્યા હતા. સામા પક્ષે કોંગ્રેસમાથી અમરેલી સીટ માટે માત્ર એક જ દાવેદારી આવી હતી. આ સીટ પર પરેશ ધાનાણી વર્તમાન ધારાસભ્ય છે જેથી અન્ય કોઇ દાવેદાર સામે આવ્યા ન હતા. કોંગ્રેસમાથી રાજુલા સીટ પર પણ માત્ર એક જ દાવેદાર સામે આવ્યા હતા.

જયારે બાબરા સીટ પર બે અને સાવરકુંડલા સીટ પર એક કાર્યકરે દાવેદારી કરી હતી. આ ચારેય સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે. જેથી તેમને જ ટીકીટ મળશે તેવી શકયતા જોઇ અન્ય કાર્યકરો સામે આવ્યા ન હતા. જો કે જયાં કોંગ્રેસના ધારાસભ્ય નથી તે ધારી બગસરા સીટ પર 17 કાર્યકરોએ પક્ષ પાસે ટીકીટ માંગી છે. તો ભાજપમાથી ધારી બગસરા વિસ્તારમાથી 15, લાઠી બાબરા સીટ પર 20, સાવરકુંડલા લીલીયા સીટ પર 15 અને રાજુલા જાફરાબાદ સીટ પર 10 કાર્યકરોએ પક્ષ પાસે ટીકીટ માંગી છે.

અન્ય સમાચારો પણ છે...