રાજુલામાં છેલ્લા 59 વર્ષથી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘ સંચાલિત પુંજાબાપુ ગૌસેવા સદન પાંજરાપોળ નામની સંસ્થા કાર્યરત છે. અહી 600 જેટલી બિમાર ગાય અને પશુની સાળસંભાળ કરાઈ રહી છે. ઉપરાંત ગાયોની સારવાર કરાઈ રહી છે. સંસ્થા ઉત્તરાયણના પર્વ પર દાતાઓ તરફથી દાનની રકમ સ્વીકારશે.પુંજાબાપુ ગૌસેવા સદન પાંજરાપોળમાં લુલી, લંગડી, અંધ, અશ્કત એ કેન્સર યુક્ત મળી કુલ 600 પશુધનની સંખ્યા છે.
જેમાં ગાય, વાછરડી, બળદ વિગેરેનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત ઉપરાંત કેન્સર ગ્રસ્ત બિમાર ગાયો અને ગૌ વંશની સારવાર કરાઈ છે. આ તમામ સેવાકીય પ્રવૃતિ પાછળ સંસ્થાને એક દિવસનો 30 હજારનો ખર્ચ થઈ રહ્યો છે.પરંતુ કેટલફીડ અને ઘાસચારાના ઉંચા ભાવના કારણે સંસ્થા ઉપર આર્થિક બોજ વધી ગયો છે. આવા સમયે પુંજાબાપુ ગૌશાળા આ વર્ષે ઉત્તરાયણના પર્વ પર દાતાઓ પાસેથી દાન સ્વીકારશે.
દાન માટે જસગીરી ગૌસ્વામી, જીતેનભાઈ પુરોહિત, ભાવેશભાઈ શિયાળ, હર્ષિતભાઈ દવે, અલ્પેશભાઈ ડાભી, રવિભાઈ પરમાર, શૈલેષભાઈ લાડવા, પ્રિતેષભાઈ મહેતા, મનોજભાઈ વાઘેલા અને રાજલભાઈ મહેતાનો સંપર્ક કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.