સ્વરોજગારી વિષયક માર્ગદર્શન:અમરેલીની રોકડીયા હનુમાનપરા પ્રાથમિક શાળાના 60 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આઇ.ટી.આઇની મુલાકાત લીધી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી શહેરમાં શાળાના વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ,અમરેલી ખાતે ચાલતા વિવિધ ટ્રેડ્સ વિષયક જ્ઞાન પ્રાપ્ત થાય તે ઉપરાંત રોજગારી-સ્વરોજગારી વિષયક માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી આઇ.ટી.આઇ અમરેલી ખાતે અમરેલી સ્થિત રોકડીયા હનુમાનપરા પ્રાથમિક શાળાના 60 વિદ્યાર્થીઓ અને તેમના ગુરુજનોએ તાજેતરમાં મુલાકાત લીધી હતી, જેમાં બી.એડ.ની તાલીમાર્થી બહેનો પણ જોડાઇ હતી. આ પ્રિવોકેશનલ તાલીમથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તે માટે સંસ્થાના વિવિધ ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરઓ દ્વારા બાળકોને વિવિધ ટ્રેડસની મશીનરી અંગે તેમજ ટ્રેડમાં રોજગારી, સ્વરોજગારીની તકો વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમ આચાર્ય અમરેલી આઇ.ટી.આઇ દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે.