છેતરપીંડી:ઓઇલ મીલમાંથી શીંગતેલના 60 ડબ્બા મેળવી છેતરપીંડી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી તાલુકાના મતિરાળાનો બનાવ
  • શખ્સોએ જુદા-જુદા નંબર પરથી ફોન કરી 2 લાખની ઠગાઇ કરી

અમરેલી તાલુકાના મતિરાળામા આવેલ એક ઓઇલ મીલના સંચાલક સાથે અજાણ્યા શખ્સોએ જુદાજુદા નંબર પરથી ફોન કરી વિશ્વાસમા લઇ શીંગતેલના 60 ડબ્બા મેળવી બે લાખની છેતરપીંડી આચરતા આ બારામા સાયબર ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. છેતરપીંડીની આ ઘટના અમરેલી તાલુકાના મતિરાળામા બની હતી. અહી રહેતા હરજીભાઇ ભીખાભાઇ બોરસાણીયા નામના યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ઓઇલ મીલ ધરાવે છે.

બે અજાણ્યા નંબર પરથી અજાણ્યા શખ્સોએ તેને ફોન કર્યો હતો અને જય ગોગા ડેરી નામથી ખોટી ડેરીનુ નામ આપી વિશ્વાસમા લીધા હતા. આ શખ્સોએ તેની પાસેથી શીંગતેલના 60 ડબ્બા મેળવી લીધા હતા જેની રકમ 1.92 લાખ અને બોલેરો વાહન ભાડાના 10 હજાર મળી બે લાખની છેતરપીંડી આચરી હતી. બનાવ અંગે ઇન્ચાર્જ પીઆઇ કે.સી.પારગી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...