શકુનિઓ ઝડપાયા:અમરેલીના રોકડીયાપરામાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ દરોડો પાડી કુલ 17420નો મુદ્દામાલ કબ્જે કર્યો

અમરેલીમાં રોકડીયાપરામાં જાહેરમાં જુગાર રમતા 6 લોકોને એસઓજીએ ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂપિયા 17420નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તમામ જુગારી સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી સબંધે પેટ્રોલીંગમાં હતી.

એસઓજીના પીઆઈ એસ.આર. શર્મા તથા ટીમે રોકડીયાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા ભુપત મોરભાઈ મોરવાડીયા, હરેશ ધનજીભાઈ પાટડીયા, જગદિશ ઉર્ફે જગી રાજુભાઈ વાઘેલા, વિજય ઉર્ફે કાળોનાગ રૂડાભાઈ માથાસુળીયા, ભરત ઉર્ફે ટકો બાજુભાઈ ચારોલા અને અશ્વિન ઉર્ફે કાળુ ધીરૂભાઈ મોલાડીયાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂપિયા 11420ની રોકડ રકમ અને 6 હજારના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 17420નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા છએય જુગારી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...