ધરપકડ:લાઠી પાસે હાેટેલમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે કુલ 59,700નાે મુદામાલ કબજે લીધાે

લાઠી ચાવંડ હાઇવે પર અાવેલ અેક હાેટેલમા કેટલાક શખ્સાે જુગાર રમી રહ્યાં હાેવાની બાતમીના અાધારે અેલસીબી પાેલીસે અહી ત્રાટકી છ જુગારીને ઝડપી પાડયા હતા. પાેલીસે જુગારનાે અા દરાેડાે લાઠી ચાવંડ હાઇવે પર અાવેલ રામદેવ હાેટલ ખાતે પાડયાે હતાે. અહી નિલેશભાઇ ભકિતરામ ગાેંડલીયા અને રાજેન્દ્રકુમાર હિરાભાઇ જાેષી સાથે મળી રામદેવ હાેટલમા રૂમમા જુગાર રમાડી રહ્યાં હતા. પાેલીસે અહીથી રાજેશ માેહનભાઇ રાઠાેડ, મગનભાઇ પાેપટભાઇ જાપડીયા, ભાવેશ માેહનભાઇ પાનેલીયા, કૃપેશ દલસુખભાઇ ગાેસાઇ નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી અહીથી રાેકડ, માેબાઇલ મળી કુલ રૂપિયા 59700નાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અેચ.કે.મકવાણા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...