તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:જિલ્લામાં બે દિવસમાં 6 લોકોને કોરોના પોઝિટીવ, આંક 3883 પર

અમરેલી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ હોસ્પિટલમાં 24 દર્દી સારવાર લઇ રહ્યાં છે
  • જુદા- જુદા 60 કેન્દ્રો પર 3219 લોકોને કોરોના રસીકરણ

જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 6 લોકોને કોરોના પોઝીટીવ આવતા આંક 3883 પર પહોંચી ગયો છે. કોવિડ હોસ્પિટલમાં 24 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. તો બીજી તરફ બે દિવસમાં જિલ્લાના 60 સેન્ટર પર 60 વર્ષની ઉપરના અને ગંભીર બીમારીવારા 3219 વ્યક્તિને કોરોના રસી અાપવામાં હતી.

પ્રાપ્ત વિગત મુજબ, જિલ્લામાં આજે 1 વ્યક્તિને અને ગઈકાલે 5 લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેમજ બે દિવસમાં 4 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ઘરે ગયા હતા. હાલ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં 24 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જિલ્લામાં કોરોના કેસની સામે રસીકરણ અભિયાન ફુલ જોશમાં શરૂ કરાયું છે. રસીકરણના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષની વયમર્યાદાવારા ગંભીર રોગના દર્દીઓને રસીકરણથી સુરક્ષિત કરાઈ રહ્યા છે.

જિલ્લામાં તૈયાર કરવામાં આવેલ જુદા જુદા 60 રસીકરણ કેન્દ્ર પર 3219 લોકોને કોરોના રસી અપાઈ હતી. આજે 1347 અને ગઈકાલે 1872 લોકોએ કોરોના રસી લીધી હતી. તેમજ બીજા તબક્કામાં કોરોના રસીલેનાર કર્મચારીઓના બીજા ડોઝ પણ અપાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...