વિવાદ:સાવરકુંડલામાં મહિલા પર 6 શખ્સોનો લાકડી વડે હુમલો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી

સાવરકુંડલામા કેવડાપરામા રહેતા અંજુબેન પાટડીયા (ઉ.વ.45) નામના મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સોનલબેન પાટડીયા કરિયાણાની દુકાને ચવાણુ લેવા જતા હતા ત્યારે કૌશિક ડાભીએ તેની છેડતી કરી હોય તે મુદે ઠપકો આપતા કૌશિક તેમજ અતુલ મુળજી ડાભી, પકા દુલા ડાભી, સખા ડાભી, દુલા ભીમજી અને ગભા સુખા ડાભી નામના શખ્સોએ બોલાચાલી કરી કૌશિકને કેમ બદનામ કરો છો કહી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.જયારે ભોળાભાઇ સુખાભાઇ ડાભીએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ઘર પાસે અમીત તથા અજય, રમેશ, પ્રકાશ પોપટ ગાળો બોલતા હોય ના પાડતા આ શખ્સો તેમજ દુલા ખીમજી, ભોળા રમેશ, ભાર્ગવ અને અમીતના ભાઇએ બોલાચાલી કરી લાકડી અને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...