કાર્યવાહી:બાબરા તાલુકાના ઈંગોરાળાની સીમમાંથી 6 જુગારી ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • LCBએ રૂ. 32550નો મુદ્દામાલ કબ્જે કર્યો

બાબરા તાલુકાના ઈંગોરાળા ગામની સીમમા વાડીના શેઢા પાસે જુગાર રમતા 6 લોકોને એલસીબીએ ઝડપી લીધા હતા.અમરેલી એલસીબીની ટીમે ઈગોંરાળા ગામની સીમમાં ચિતલ જવાના કાચા માર્ગ પર બાબુ નાનજીભાઈ ઠેસીયાના ખેતરના શેઢા પાસે જાહેરમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી હતી.

અહીથી બાબુ નાનજીભાઈ ઠેસીયા (ઉ.વ. 62) , શૈલેષ કાંતીભાઈ દાવડા ( ઉ.વ. 40) લાલજી પરષોત્તમભાઈ ઝાપડીયા ( ઉ.વ. 36) ઉમેશ મોહનભાઈ મકવાણા ( ઉ.વ. 40) નીકુંજ ધીરૂભાઈ સોલંકી ( ઉ.વ. 29) અને હરેશ જીવરાજભાઈ સતાસીયા ( ઉ.વ. 30)ને જુગાર રમતા ઝડપી લીધા હતા.

એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. કરમટા અને પીએસઆઈ પી.એન. મોરીની રાહબરી નીચે જુગારધામ પર એલસીબીએ પાડેલી રેઈડ દરમિયાન રૂપિયા 12550ની રોકડ રકમ અને 20 હજારના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 32550નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...