શકુનિઓ ઝડપાયા:સાવરકુંડલા, લીલિયામાંથી 6 જુગારી ઝડપાયા, ફરિયાદ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે 15,670ની મતા કબજે લીધી

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પાેલીસે સાવરકુંડલા અને લીલીયામાથી છ જુગારીને ઝડપી પાડયા હતા. પાેલીસે બંને સ્થળેથી કુલ રૂપિયા 15670ની મતા કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાેલીસે જુગારનાે પ્રથમ દરાેડાે સાવરકુંડલાની સીમમા પાડયાે હતાે.

અહી જાહેરમા જુગાર રમી રહેલા નાનજી મુળજીભાઇ ઝાલાવડીયા, વિનુ રામજીભાઇ કડેવાલ, જગુ ભાણાભાઇ ખુમાણને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી રૂપિયા 14150ની મતા કબજે લીધી હતી. અા ઉપરાંત પાેલીસે લીલીયામા વિકુ ઉર્ફે કાેલીયા કમાભાઇ વાઘેલા, બહાદુર સાજીદભાઇ પઠાણ અને અમલાે ભરતભાઇ નવાપરીયા નામના શખ્સને જુગાર રમતા ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી 1520ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...