દરોડો:બાબરામાંથી ઘોડીપાસાનો જુગાર રમાડતા 6 ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 19,640નો મુદામાલ કબજે લીધો

બાબરામા કરીયાણા રોડ પર કેટલાક શખ્સો ઘોડીપાસાનો જુગાર રમતા હેાય પોલીસે અહી દરોડો પાડી છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રોકડ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 19640નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જુગારનો આ દરોડો બાબરામા કરીયાણા રોડ પર પાડયો હતો. અહી ઘોડીપાસાનો જુગાર રમતા સુરેશ કાના રાઠોડ, જયેશ ભગવાન મકવાણા, સુરેશ ધનજી મકવાણા, આરીફ રહીમ કુરેશી, યુનુસખાન લાલખાન બ્લોચ અને જયદીપ ભુપત મારૂ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી રોકડ, મોબાઇલ મળી કુલ રૂપિયા 19640નો મુદામાલ કબજે લીધો હતો.

જયારે રાજુલા બસ સ્ટેશન સામે જાહેરમા જુગાર રમી રહેલા રમણીક વેલજી ચીભડીયા, શ્યામ ભગવાન ગુજરીયા, મુકેશ વેલજી વાઘેલા નામના શખ્સોને ઝડપી લઇ 1070ની મતા કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...