• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 5,80,661 Lifetime Card Enrollments Took Place In The District, A Total Of 1,38,204 Beneficiaries Benefited From Free Treatment

સુવિધા:જિલ્લામાં 5,80,661 આયુષ્યમાન કાર્ડ એનરોલમેન્ટ થયા, કુલ 1,38,204 લાભાર્થીઓને નિ:શુલ્ક સારવારનો લાભ મળ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા ખેડૂત તાલીમ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અહી પ્રભારી મંત્રી આર.સી.મકવાણાની હાજરીમા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરાયા હતા. જિલ્લામા કુલ 5,80,661 આયુષ્માન કાર્ડ એનરોલમેન્ટ થયા છે અને અત્યાર સુધીમા કુલ 1,38,204 લાભાર્થીઓને નિશુલ્ક સારવારનો લાભ મળ્યો છે. જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં PMJAY યોજના અંતર્ગત કુલ 5,80,661 કાર્ડ એનરોલમેન્ટ થયા છે.

ઉપરાંત અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 1,38,204 લાભાર્થીઓને નિ:શુલ્ક સારવારનો લાભ પ્રાપ્ત થયો છે. ઓક્ટોબર-22 સુધીમાં કુલ મળીને 288.47 કરોડ રૂપિયાના ક્લેમની નોંધણી થઈ છે. પ્રભારી મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત આજે સમગ્ર દેશમાં અલગ અલગ રોગની સારવાર વિનામૂલ્યે લાભાર્થીઓને પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતનુ અમૃતમ વાત્સલ્ય મા કાર્ડ હવે સમગ્ર ભારતમાં આયુષ્માન કાર્ડ તરીકે કન્વર્ટ થઈને દેશના આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરિવારનું આરોગ્ય કવચ બન્યું છે.

કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ, ચેરમેન મુકેશભાઈ બગડા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પદાધિકારીઓ-અધિકારીઓ અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

લાઠીમાં આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
લાઠીમા તાલુકા કક્ષાનો આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અહી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઇ ડેર, જનકભાઇ તળાવીયા, ભરતભાઇ સુતરીયા, મામલતદાર પટેલ, ધર્મેશભાઇ પરમાર, ડો.આર.આર.મકવાણા, જે.બી.મોકાસણા, જયેશ રાજયગુરૂ વિગેરેએ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનુ વિતરણ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...