ધરપકડ:બગસરાના પીઠડિયાનીમાંથી દારૂની 564 બાેટલ ઝડપાઇ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે યુવાનાેઅે વાડીના રહેણાંકમાં દારૂનાે જથ્થાે સંતાડ્યાે હતાે

બગસરા તાલુકાના પીઠડીયા ગામની સીમમા વાડીની અાેરડીમા ઇંગ્લીશ દારૂનાે જંગી જથ્થાે સંતાડાયાે હાેવાની બાતમીના અાધારે અમરેલી અેલસીબીઅે અહી દરાેડાે પાડી રૂપિયા 1.71 લાખની કિમતની ઇંગ્લીશ દારૂની 564 બેાટલ કબજે કરી હતી.

અહીં રહેતા સંજય કાનજી ચાૈહાણ અને અરવિંદ કાનજી ચાૈહાણી વાડીમા પાડવામા અાવ્યાે હતાે. અહી વાડીના તેના મકાનમા ઇંગ્લીશ દારૂ હાેવાની પાેલીસને બાતમી મળી હતી જેને પગલે અેલસીબી પીઅાઇ અાર.કે.કરમટા તથા પીઅેસઅાઇ પી.અેન.માેરીની ટીમે અહી દરાેડાે પાડયાે હતાે. દરાેડા દરમિયાન સંજય ઉર્ફે મનસુખ ઝડપાઇ ગયાે હતાે. જયારે તેનાે ભાઇ અરવિંદ પાેલીસના હાથમા અાવ્યાે ન હતાે. પાેલીસને અહીથી ઇંગ્લીશ દારૂની 564 બાેટલ તથા અેક માેબાઇલ મળી અાવ્યાે હતાે. પાેલીસે અહીથી કુલ રૂપિયા 1.74 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે અને નાસી છુટેલા અરવિંદની ધરપકડ કરવા ચક્રાે ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...