અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિ વધી રહ્યા છે. અહી એક સપ્તાહમાં કોરોનાના 113 કેસ નોંધાયા છે. 11 તાલુકામાં સૌથી વધારે અમરેલીમાં 54 ટકા કેસ નોંધાયા છે. જિલ્લામાં અમરેલી કોરોના સંક્રમણનું એપી સેન્ટર બની ગયું છે. પ્રતિ દિવસ સરેરાશ 10 કેસ નોંધાઈ રહ્યા છે. છતાં પણ હજુ મોટા ભાગના વિસ્તારમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા છે.કોરોનાની બીજી લહેર સમી ગયા બાદ જિલ્લામાં લાંબા સમય સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. પરંતુ અમરેલી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનો આગાજ થઈ ગયો છે.
ખાસ કરીને નવા વર્ષની શરૂઆત થતા જ સરકારી ચોપડે એક સપ્તાહમાં કોરોનાના 113 કેસ નોંધાઈ ગયા છે. જેમાં કોરોનાના નવા વોરિયન્સ ઓમિક્રોનના બે કેસ પણ સામેલ છે. છતાં પણ અમરેલી જિલ્લામાં કોરો ગાઈડલાઈનું પાલન ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે.ખાસ કરીને જિલ્લાના 11 તાલુકાનું એપી સેન્ટર અમરેલી અત્યારે કોરોના સંક્રમણમાં હાેટસ્પાેટ બન્યું છે. અહી જિલ્લામાં જે કેસ નોંધાયા છે. તેના 54 ટકા કેસ તો માત્ર અમરેલીમાં જ છે. એટલે કે અમરેલીમાં 62 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. તો બીજા નંબરે સાવરકુંડલા છે. જ્યા 4થી 11 જાન્યુઆરી સુધીમાં 11 લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની સામે લડત આપવા અમરેલી જિલ્લા વહિવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.
11 દિવસમાં કયા તાલુકામાં કેટલા કેસ?
અમરેલી | 62 |
ધારી | 9 |
જાફરાબાદ | 1 |
રાજુલા | 2 |
કુંકાવાવ | 6 |
લાઠી | 5 |
લીલીયા | 3 |
સાવરકુંડલા | 11 |
બગસરા | 8 |
બાબરા | 4 |
ક્યા દિવસે જિલ્લામાં કોરોનાના કેટલા કેસ?
તારીખ | કેસ |
4 જાન્યુઆરી | 3 |
5 જાન્યુઆરી | - |
6 જાન્યુઆરી | 9 |
7 જાન્યુઆરી | 20 |
8 જાન્યુઆરી | 21 |
9 જાન્યુઆરી | 16 |
10 જાન્યુઆરી | 23 |
11 જાન્યુઆરી | 21 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.