શિક્ષણ શરૂ:52 હજાર ભૂલકાં આજથી ફરી સ્કૂલે જશે

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 માસ બાદ જિલ્લાની 763 શાળામાં ધો.1 થી 5નું શિક્ષણ શરૂ : વાલીનું સંમતિપત્ર ફરજીયાત : આજથી વેકેશન પણ ખુલશે

સમગ્ર અમરેલી જિલ્લામા અાવતીકાલથી પ્રાથમિક શાળાઅાેનુ પ્રાંગણ છાત્રાેના કિલકિલાટથી ગુંજી ઉઠશે. કાેરાેનાના કપરા કાળમા વર્ષ 2020ના માર્ચ માસમા લાેકડાઉન લગાવવામા અાવ્યું ત્યારથી ધાેરણ 1 થી 5ની શાળાઅાે બંધ છે. લાંબા સમયથી છાત્રાે માટે અાેનલાઇન શિક્ષણ જરૂર શરૂ છે પરંતુ અાેફલાઇન શિક્ષણને અત્યાર સુધી બ્રેક લાગેલી હતી. અાજે રાજય સરકાર દ્વારા ધાેરણ 1 થી 5નુ પણ અાેફલાઇન શિક્ષણ શરૂ કરવાનાે નિર્ણય જાહેર કરવામા અાવ્યાે હતાે.અમરેલી જિલ્લામા ધાેરણ 1 થી 5ની 763 શાળા અાવેલી છે.

1 થી 5ના વર્ગમા હાલમા 52 હજારથી વધુ વિદ્યાર્થીઅાે છે. સરકારના અા નિર્ણયથી અા શાળાઅાેમા 52 હજારથી વધુ વિદ્યાર્થીઅાે અભ્યાસ કરવા જશે જેના કારણે અા શાળાઅાે ફરી ધમધમતી થશે. અમરેલી જિલ્લામા છેલ્લા 50 દિવસ દરમિયાન કાેરાેનાનાે માત્ર અેક જ પાેઝીટીવ કેસ અાવ્યાે છે. જેથી કાેરાેનાનાે ખાેફ પણ હળવાે થયાે છે. જેથી બાળકાેને સ્કુલે માેકલવામા વાલીઅાેને પ્રમાણમા અાેછાે ખચકાટ રહેેશે અલબત શિક્ષણ વિભાગ દ્વારા ધાેરણ 1 થી 5ના અભ્યાસ માટે ગાઇડલાઇન પણ જાહેર કરવામા અાવી છે.

જે અંતર્ગત શાળાઅે અાવતા છાત્રના વાલીઅાેઅે સંમતિપત્ર અાપવુ પડશે. બીજી તરફ ધાેરણ 6 થી 12ના છાત્રાે માટેનુ દિવાળી વેકેશન અાજે પુર્ણ થયુ હતુ. અાવતીકાલથી ધાેરણ 6 થી 12ના વર્ગાે પણ રાબેતા મુજબ શરૂ થઇ જશે.

ખાનગી સ્કુલ સંચાલકાેની શિક્ષકાે શાેધવા પડાપડી
લાંબા સમયથી ધાેરણ 1 થી 5ની શાળાઅાે બંધ હાેય સરકારી પ્રાથમિક શાળાઅાેના શિક્ષકાેની નાેકરી તાે યથાવત ચાલુ રહી હતી પરંતુ માેટાભાગની ખાનગી શાળાઅાેઅે ધાેરણ 1 થી 5ના શિક્ષકાેને છુટા કરી દીધા હતા. હવે સ્કુલાે ફરી શરૂ થનાર હાેય શાળા સંચાલકાેઅે ધાેરણ 1 થી 5ના શિક્ષકાેને ફરી શાળાઅે બાેલાવવા પડાપડી કરી મુકી હતી.

ધાે. 6 થી 12ના છાત્રાે પણ સ્કૂલે પહાેંચશે
જેવી રીતે અાવતીકાલથી ધાેરણ 1 થી 5ની શાળાના વર્ગાે શરૂ થશે તેવી જ રીતે વેકેશન પુર્ણ થતા ધાેરણ 6 થી 12ના છાત્રાે પણ સ્કુલે પહાેંચશે. જાે કે ધાેરણ 6 થી 12ના અાેફલાઇન વર્ગાે અગાઉથી જ ચાલી રહ્યાં છે. પહેલા ધાેરણમા અભ્યાસ મેળવનાર છાત્ર પહેલી વખત સ્કુલે પહાેંચશે.

બાળકે માસ્ક ફરજીયાત પહેરવું પડશે
સરકારે છાત્રાે માટે ગાઇડલાઇન જારી કરી છે તે મુજબ શાળાઅે અાવતા બાળકે માસ્ક ફરજીયાત પહેરવુ પડશે. શરદી ઉધરસ હશે તાે શાળામા પ્રવેશ નહી મળે. વાલીઅે સંમતિપત્ર અાપવુ પડશે. વર્ગમા 50 ટકા છાત્રાે બેસાડાશે. વધુ સંખ્યા થશે તાે બાળકાેને અેકાતરા બાેલાવાશે. શાળાઅે ન અાવતા બાળકાે માટે અાેનલાઇન કલાસ શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...