તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

108નો મહા સેવાયજ્ઞ:5194 કાેરાેનાગ્રસ્તને હોસ્પિટલે ખસેડ્યા, 13 કર્મચારીઅાે પાેતે સંક્રમિત થયા પણ સેવા અટકવા ન દીધી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • દક્ષિણ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં 108 અવિરતપણે દોડતી રહી, લોકોને મળી સમયસર સારવાર

કોરાેનાની ભયંકર મહામારીના કાળમા 108 અેમ્બ્યુલન્સના કર્મચારીઅાેઅે ખુદ પાેતાની પણ પરવા ન કરતા દિવસ રાત દાેડતા રહી કાેરાેનાગ્રસ્ત દર્દીની સેવા કરી જે અવિસ્મરણીય રહેશે. દક્ષિણ સાૈરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, પાેરબંદર અને ગીર સાેમનાથ અેમ ચાર જિલ્લામા 5194 દર્દીઅાેને અા અેમ્બ્યુલન્સે જુદીજુદી હાેસ્પિટલાેમા પહાેંચાડયા હતા. જીવીઅેમકે સેવાના કાે-અાેર્ડિનેટર ચેતન ગાધે જણાવે છે કે મહામારીનુ અાગમન થતા જ અમે સમજી ગયા હતા કે અમારી માથે માેટી જવાબદારી અાવી છે. અને સમગ્ર સ્ટાફ અા જવાબદારીમા સાંગાેપાંગ પાર ઉતરવા તૈયાર હતાે. અેટલે જ અમે અા કરી શકયા.

અેકલા અમરેલી જિલ્લામા જ અત્યાર સુધીમા 2369 કાેરાેનાગ્રસ્ત દર્દીઅાેને જુદીજુદી 21 108 અેમ્બ્યુલન્સ મારફત જુદીજુદી હાેસ્પિટલ પહાેંચાડયા છે. અમરેલી જિલ્લાના 118 કર્મચારીઅાેનાે સ્ટાફ અા માટે દિવસ રાત મહેનત કરતાે રહ્યાે. અમરેલી, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં તાે પાેતાની ફરજ દરમિયાન જુદાજુદા 13 કર્મચારીઅાે પાેતે પણ કાેરાેનાગ્રસ્ત થયા હતા. પણ તેમાથી રિકવર થયા બાદ તુરંત ફરી દર્દી નારાયણની સેવામા લાગી ગયા હતા. અાવી જ રીતે જુનાગઢ જિલ્લામા 1476 દર્દી, પાેરબંદર જિલ્લામા 809 દર્દી તથા ગીર સાેમનાથ જિલ્લામા કાેરાેનાના 640 દર્દી મળી કુલ 5194 દર્દીને 108ની સેવાની મદદથી હાેસ્પિટલે પહાેંચાડાયા હતા.

અા માટે દક્ષિણ સાૈરાષ્ટ્રના ચારેય જિલ્લાની 53 અેમ્બ્યુલન્સના 242 કર્મચારીઅાેઅે પાછુ વાળીને જાેયુ ન હતુ. મહામારીના અા કાળમા કર્મચારીઅાે સુરક્ષિત રહે અને નિરંતર સેવા બજાવતા રહે તે માટે શરૂઅાતથી જ તેમને ઇમ્યુનિટી બુસ્ટર અપાયા હતા. અા ઉપરાંત કાેઇ કર્મચારી બિમાર પડે તાે તેને અાઇસાેલેટ કરી દેવાતા હતા. દરેક દર્દીને હાેસ્પિટલે પહાેંચાડયા બાદ અેમ્બ્યુલન્સને સેનેટાઇઝ કરાતી હતી. મહામારી હજુ દુર નથી થઇ. 108ની અા સેવા લાેકાેને હજુ પણ મળતી રહેશે. પરંતુ 2020ના અા કાળને તથા અા ઉમદા સેવાને લાેકાે ભુલી નહી શકે.

પિતાને હાર્ટ અેટેક અાવ્યાે પણ કર્મીએ ફરજ ન છાેડી
108ના કર્મીઅાેનુ સમર્પણ કાબિલેદાદ હતુ. વિજપડીની અેમ્બ્યુલન્સના ઇઅેમટી જયંતી ગાેહિલના પિતાને ભાવનગરમા હાર્ટઅેટેક અાવ્યાે અને હાેસ્પિટલમા ખસેડવા પડયા હતા. અાવા કપરા સમયે પણ તેમણે પાેતાની ફરજ છાેડી ન હતી. અને નિરંતર સેવા બજાવતા રહ્યાં હતા. અા જુસ્સાે પ્રેરણારૂપ છે.

કાેરાેેનાના કેટલા દર્દીને મળી 108ની સેવા

જિલ્લાેએમ્બ્યુલન્સની સંખ્યાદર્દી
અમરેલી212369
જુનાગઢ131476
પાેરબંદર7809
ગીર સાેમનાથ12640

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો