ચૂંટણી તંત્રની નવતર પહેલ:દિવ્યાંગ મતદાન મથક પર 515 મતદારો મતદાન કરશે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુથ પર 6 કર્મચારી ફરજ બજાવશે ચૂંટણી તંત્રની નવતર પહેલ

ચુંટણી તંત્ર દ્વારા આ વખતે નવતર પહેલ કરી દરેક વિધાનસભા વિસ્તારમા વિકલાંગ સંચાલિત મતદાન મથક તૈયાર કરાયુ છે. અમરેલીમા આ મતદાન મથક અહીની આર્યભટ્ટ ઇંગ્લીશ સ્કુલમા તૈયાર કરવામા આવ્યું છે. અમરેલી ખાતેની આ સ્કુલમા વિકલાંગ સંચાલિત મતદાન મથકના મતદાન કક્ષમા જ ટોયલેટ-બાથરૂમની સુવિધા, પીવાના પાણીની સુવિધા, વ્હીલચેર સાથે પ્રવેશ કરી શકાય તેવો પ્રવેશદ્રાર વિગેરે સુવિધા અહી ઉભી કરવામા આવી છે.

આ બુથ પર 258 પુરૂષ મતદાર અને 257 મહિલા મતદાર મળી 515 મતદારો મતદાન કરશે. આ મતદાન મથકમા 4 કર્મચારી અને 2 દિવ્યાંગ સહાયક મળી 6 લોકો ફરજ બજાવશે. મતદાન મથકના પ્રિસાઇડીંગ ઓફિસર વિપુલભાઇ રાસડીયાએ જણાવ્યું હતુ કે ચુંટણીપંચે અમારા પર વિશ્વાસ મુકી અને આ ખાસ મતદાન મથકની જવાબદારી સાેંપી તેનાથી અમારા ઉત્સાહમા વધારો થયો છે. આ મતદાન મથક અમારા માટે આદર્શ છે.

અન્ય સમાચારો પણ છે...