ચોરી:કુંડલા નજીક ખાનગી કંપનીના સ્ટોર યાર્ડમાંથી 51 સોલાર પ્લેટની ચોરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામા બાયપાસ રોડ પર આવેલ આદિત્ય બિરલા રીન્યુએબલ ઇપીસી કંપનીના સ્ટોર યાર્ડમા કોઇ તસ્કરો 51 સોલાર પ્લેટ કિમત રૂપિયા 5.96 લાખના મુદામાલની વાહનમા ભરી ચોરી કરીને લઇ જતા આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.

ચોરીની આ ઘટના સાવરકુંડલામા બાયપાસ રોડ પર બની હતી. અતુલકુમાર બળવંતરાય જાનીએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગત તારીખ 22/12ના રાત્રીના કોઇ તસ્કરો આદિત્ય બિરલા રીન્યુએબલ ઇપીસી લી.કંપનીના સ્ટોર યાર્ડમા ત્રાકટયા હતા.

તસ્કરો અહીથી બારકોડ વાળી 51 સોલાર પ્લેટો કિમત રૂપિયા 5,96,700ના મુદામાલની વાહનમા ભરી લઇ જઇ ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પીએસઆઇ જી.એમ.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...