તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્તદાન:રાજુલામાં રક્તદાન શિબિરમાં 51 બાેટલ રકત એકત્રિત થયું

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એનએસયુઆઇ દ્વારા શિબિરનું આયાેજન કરાયુ હતું

હાલ સમગ્ર દેશ અને ગુજરાતભરમાં કોરોના વાઈરસ મહામારી ચાલી રહી છે. ત્યારે થેલેસેમીયા સહિતનાં દર્દીઓને લોહી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમજ આગામી દિવસોમાં સરકાર દ્વારા ત્રીજા તબક્કામાં રસીકરણમાં 18 વર્ષથી ઉપરની ઉંમરનાં લોકોને રસી આપવામાં આવશે. ત્યારે રસી લેનાર વ્યક્તિ બે મહિના સુધી રક્તદાન કરી ન શકે તેના કારણે પણ લોહીની અછત સર્જાઈ શકે છે. ત્યારે જરૂરીયાતમંદ દર્દીઓને લોહી મળી રહે અને લોહીની અછત ન સર્જાય તે હેતુથી રાજુલા એનએસયુઆઇ સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા, એનએસયુઆઇ પ્રમુખ રવિરાજ ધાખડા, યુવા નેતા અજય શિયાળ, પીપાવાવ સરપંચ ભાણાભાઈ ગુજરીયા, કોંગ્રેસ અગ્રણી દિપક ત્રિવેદી, હિતેશ સોલંકી સહિતના આગેવાનો તેમજ આ રક્તદાનને સફળ બનાવવા સમીર કનોજીયા, નીતિન જાદવ, નિશાલ પરમાર, કોમિલ મરઘાણી, ઝહીર પોપટીયા, આરીફ સેલોત, રાહુલ સરવૈયા, ભુપતભાઇ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો