મગફળી ખરીદી શરૂ:5041 ખેડૂતને બોલાવ્યા પણ આવ્યા માત્ર 304

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકાની મગફળીની ખરીદીમાં ખેડૂતાેને રસ અાેછાે : તંત્રઅે જાણ કરી છતા 4737 ખેડૂત ડાેકાયા પણ નહી: 14 દિવસમા માત્ર 5776 ક્વિન્ટલ મગફળી ખરીદાઇ

અમરેલી જિલ્લામાં 9 સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઈ હતી. અહી 14 દિવસમાં તંત્રએ ખરીદીમાં 5041 ખેડૂતને એસએમએસ કર્યા હતા. પરંતુ માત્ર 304 ખેડૂતો ખરીદી માટે આવ્યા હતા. પણ 4737 ખેડૂતોએ મગફળી ખુલ્લા બજારમાં વેંચી દીધી હતી. જિલ્લામાં ગત વર્ષ પણ રજીસ્ટ્રેશન વધુ થયું હતું. અને બાદમાં મગફળી માત્ર 30 થી 35 ટકા ખેડૂતોની થઈ હતી.

જિલ્લામાં રૂપિયા 1110ના ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમરેલી જિલ્લામા કુલ 18017 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તંત્રએ લાભ પાંચમના દિવસથી અમરેલી, બાબરા, લાઠી, ધારી, ટીંબી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, બગસરામાં ખરીદી સેન્ટર શરૂ કર્યા છે. ખરીદી શરૂ થયાના 14 દિવસ જેટલો સમય વિતી ગયો છે. આ દરમિયાન તંત્રએ 5041 ખેડૂતને એસએમએસ કરી ખરીદી માટે સેન્ટર પર બોલાવ્યા હતા. પણ ખુલ્લા બજારમાં મગફળીની સારી કીંમત ઉપજી રહી છે. જેના કારણે મોટાભાગના ખેડૂતોએ ખુલ્લા બજારમાં મગફળી વેંચી રહ્યાં છે.

14 દિવસમાં માત્ર 304 ખેડૂતાે ટેકાના ભાવે મગફળી વેચવા માટે જુદાજુદા સેન્ટર પર અાવ્યા હતા. જયારે બાકીના ખેડૂતાે અહી ડાેકાયા પણ ન હતા. અા ખેડૂતાે પાસેથી 5776 ક્વિન્ટલ મગફળી ખરીદી કરાઈ હતી. અમરેલી જિલ્લા પુરવઠા નિગમના હેતલબેન ખેતાણીએ જણાવ્યું હતું કે દિવસમાં 9 સેન્ટર પર 900 ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવે છે. પણ ખેડૂતો ખરીદી માટે આવતા નથી. 30 જેટલા ખેડૂતોની મગફળી ધારા ધોરણ પ્રમાણે ન રહેતા તંત્રએ રીજેકટ કરી હતી. દરેક સેન્ટર પર રાેજ 100 ખેડૂતાેને બાેલાવવામા અાવે છે પરંતુ માંડ બે પાંચ કે દસ ખેડૂત મગફળી લઇને ટેકાના ખરીદ કેન્દ્ર પર અાવે છે. ખેડૂતાેને મગફળી રીજેકટ થવાનાે ડર પણ જાેવા મળી રહ્યાે છે. થાેડા દિવસાેમા મગફળીમાથી ભેજ ઉડયા બાદ ખરીદ કેન્દ્રાે પર ખેડૂતાેની સંખ્યા વધે તેવી શકયતા જાેવાઇ રહી છે.

41 ખેડૂતોને મગફળીની 45 લાખની ચૂકવણી કરી દેવાઈ
અમરેલી જિલ્લા પુરવઠા નિગમના સુત્રોએ જણાવ્યું હતું કે જિલ્લામાં એક ખેડૂત પાસેથી 2500 કિલાે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 304 ખેડૂતની ખરીદી કરાઈ છે. જેમાંથી 41 ખેડૂતોને 45 લાખની ચુકવણી કરી દેવામાં આવી છે.

ધારીમાં 589 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું પણ ખરીદી માત્ર 11 ખેડૂતની
​​​​​​​ધારી તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં 589 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અહી તંત્રએ તમામ ખેડૂતોને ખરીદી માટે એસએમએસ કર્યા હતા. પરંતુ મગફળી ખરીદીમાં માત્ર 11 ખેડૂતો જ આવ્યા હતા. ધારી તાલુકામાં આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદી માત્ર 11 ખેડૂતોની થઈ છે.

અન્ય સમાચારો પણ છે...