તાઉ-તેથી મુશ્કેલી:500 બોટને નુકસાન, માછીમારી ઉદ્યાેગ ઠપ્પ, અહિંના માછીમારી ઉદ્યાેગને બેઠાે થતાં વર્ષાે લાગશે

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયા કિનારો માટીથી ભરાયો, તાત્કાલિક ડ્રેજીંગ કરાવવા માંગ

વાવાઝાેડાઅે જાફરાબાદના માછીમારી ઉદ્યાેગની અાર્થિક કેડ ભાંગી નાખી છે. અહી 700 બાેટમાથી 500 બાેટમા ભારે નુકશાન થયુ છે. જયારે બાકીની 200 બાેટમા પણ નાનુ માેટુ નુકશાન થયુ છે. બાેટ માલિકાે સરકાર સામે સહાયની અાશાની મીટ માંડીને બેઠા છે. અહી દરિયામા માટીનુ પુરાણ પણ ખુબ થયુ છે. બાેટાે દરિયાને બદલે જમીન પર હાેય તેવી સ્થિતિ સર્જાઇ છે.જાફરાબાદના માછીમારી ઉદ્યાેગને જાે સરકારની મદદ નહી મળે તાે ફરી બેઠાે થતા વર્ષાે નીકળી જાય તે હદની નુકશાની જાેવા મળી રહી છે. અહી માછીમારી માટેની 700 બાેટ છે.

વાવાઝાેડા પુર્વે અા તમામ બાેટાે કાંઠે લાંગરી દેવાઇ હતી. બહારના વિસ્તારની કેટલીક માેટી બેાટાે પણ અહી કાંઠે લાંગરી હતી. જાે કે વાવાઝાેડાઅે માછીમારાેની બાેટાેને ખેદાન મેદાન કરી નાખી છે. જે બાેટાે દરિયામા લાંગરવામા અાવી હતી તેમાની માેટાભાગની બાેટાે વાવાઝાેડુ પત્યા બાદ જમીન પર નજરે પડી હતી. ભારે તાેફાનને પગલે અહીના દરિયાકાંઠે ખુબ માેટા પ્રમાણમા માટીનુ પુરાણ થયુ છે. અા ઉપરાંત પવન અને દરિયાની થપાટાેઅે પણ દરિયાને કાંઠે ફેંકી દીધી હતી.

700 પૈકી 150 બાેટ સંપુર્ણપણે તુટી ગઇ છે. જયારે 350 જેટલી બાેટાેને ખુબ માેટુ નુકશાન થયુ છે. અહીની બાકીની 200 બાેટાેને પણ નાનુ માેટુ નુકશાન થયુ છે. અા બાેટાે પાંચ હજાર માછીમારી પરિવારાેનાે નિભાવ કરે છે જે તમામ હાલમા બેકાર બની ગયા છે. ત્યારે માછીમારાે અને બાેટ માલિકાે સરકાર સામે મદદની મીટ માંડીને બેઠા છે. અહીના બાેટ માલિકાે માછીમાર ઉદ્યાેગને ફરી બેઠાે કરવા સરકાર મદદ કરે તેવી માંગ ઉઠાવી રહ્યાં છે. અા ઉપરાંત માટીના પુરાણથી દરિયાે દુર થયાે હાેય તાત્કાલિક ડ્રેજીંગ કરવામા અાવે તેવી પણ માંગ ઉઠી છે. હાલમા અા બાેટાેને દરિયા સુધી લઇ જવામા પણ મુશ્કેલી પડી રહી છે.

કાંઠે માલ ઉતારવાે પણ મુશ્કેલ: ભાલિયા
માછીમાર બાેટ અેસાે.ના પટેલ નારણભાઇ ભાલીયાઅે જણાવ્યું હતુ કે ધકાે તુટી ગયાે હાેવાથી માછીમારાેને કાંઠે માલ ઉતારવાનુ પણ મુશ્કેલ બનશે. તેના કારણે પણ માછીમારાેને ફટકાે પડશે.

માછીમારાેના મકાનાેને પણ નુકસાન
ખારવા સમાજના અગ્રણી છનાભાઇ બારીયા કહે છે અહી દરેક બાેટને નુકશાન થયુ છે. ઉપરાંત માછીમારાેના મકાનાે પણ નાશ પામ્યા છે. દરિયામા ડ્રેજીંગ અને જેટીનુ કામ પણ તાત્કાલિક થવુ જાેઇઅે. - છનાભાઇ બારિયા

અહીં તાત્કાલિક પ્લેટફાેર્મ બનાવે
માછીમાર અાગેવાન કનૈયાલાલ સાેલંકીઅે જણાવ્યું હતુ કે સરકારે તાત્કાલિક અહી યાેગ્ય પ્લેટફાેર્મ બનાવવુ જાેઇઅે જેથી બાેટ રાખવા માટે જગ્યા થઇ શકે. અા વ્યવસ્થા યુધ્ધના ધાેરણે થવી જાેઇઅે.

અહીં લાઇટના ટાવર તાકિદે ઉભા કરાે
​​​​​​​માજી સભાપતિ ભગુભાઇ સાેલંકીઅે જણાવ્યું હતુ કે વાવાઝાેડાથી દરિયાકાંઠાના લાઇટના ટાવરાે પડી ગયા છે. જે તાત્કાલિક ઉભા થવા જાેઇઅે. જેથી રાત્રે પણ કામ થઇ શકે. ઉપરાંત મૃતકાેને પણ રૂપિયા ચાર લાખની સહાય ઝડપથી મળવી જાેઇઅે. જેમની બાેટાે તુટી ગઇ છે તેને સહાય મળવી જાેઇઅે. - ભગુભાઇ સોલંકી

અન્ય સમાચારો પણ છે...