તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 50% Reduction In Rainfall, New Round Begins, Half To Two Inches Of Rain Across Amreli District: Cotton, Groundnut And Sesame Crops Will Benefit

ફરી મેઘસવારી:વરસાદની 50 % ઘટ, નવો રાઉન્ડ શરૂ, અમરેલી જિલ્લાભરમાં અડધાથી બે ઇંચ વરસાદ: કપાસ, મગફળી અને તલના પાકને થશે ફાયદો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના લાઠીમાં એક ઇંચ વરસાદથી શહેરના રોડ પર પાણી વહેતા થયા. - Divya Bhaskar
અમરેલીના લાઠીમાં એક ઇંચ વરસાદથી શહેરના રોડ પર પાણી વહેતા થયા.
  • રાઉન્ડથી અગાઉની અછત પૂરી થવાની આશા: ચલાલા, કોટડાપીઠામાં બે, ખાંભા, રાજુલા અને લાઠીમાં એક ઇંચ

અમરેલી જિલ્લામા અાખરે વરસાદનાે નવાે રાઉન્ડ શરૂ થઇ ગયાે છે. જેને પગલે જગતનાે તાત હરખાઇ ઉઠયાે છે. અાજે ખાંભા, રાજુલા, જાફરાબાદ, લાઠી ચલાલા સહિતના વિસ્તારમા 2 ઇંચ સુધીનાે વરસાદ ખાબકયાે હતાે. ખાસ કરીને માેટાભાગના વિસ્તારમા ગામડાઅાેમા 2 ઇંચ સુધીનાે વરસાદ પડી જતા માેલાતને ફાયદાે થશે. અાજે કાેટડાપીઠા, બાબાપુર પંથકમા પણ અેક ઇંચ વરસાદ પડયાે હતાે.અમરેલી જિલ્લામા કપાસ, મગફળી, તલ અને અન્ય પાકાેને વરસાદની તાતી જરૂર છે. ખેડૂતાે કાગડાેળે વરસાદની રાહ જાેઇ રહ્યાં છે. તેવા સમયે અમરેલી જિલ્લામા ફરી વરસાદનાે નવાે રાઉન્ડ શરૂ થયાે છે. ગઇકાલે ડુંગરમા બે ઇંચ વરસાદ વરસ્યા બાદ અાજે અમરેલી જિલ્લાના માેટાભાગના વિસ્તારમા મેઘરાજાનુ અાગમન થયુ હતુ.

લાઠી પંથકમા બપાેરબાદ ચડી અાવેલા ઘનઘાેર વાદળાે વરસી પડયા હતા. અહી સાંજ સુધીમા અેક ઇંચ વરસાદ વરસી જતા શહેરની બજારાેમા પાણી દાેડવા લાગ્યા હતા. કપાસ અને મગફળીના પાકને અા વરસાદથી માેટાે ફાયદાે થશે.અાવી જ રીતે અાજે જાફરાબાદ પંથકમા ધીમીધારે અડધાે ઇંચ વરસાદ વરસી ગયાે હતાે. તાે ખાંભા પંથકમા અેક ઇંચ અને રાજુલા પંથકમા પણ અેક ઇંચ વરસાદ થયાે હતાે. અમરેલી શહેરમા બપાેરબાદ ઘટાટાેપ વાદળાે ચડી અાવ્યા હતા. જાે કે અહી માત્ર હળવા ઝાપટા પડયા હતા. અમરેલી તાલુકાના બાબાપુર, ભંડારીયા તથા અાસપાસના ગામાેમા અેક ઇંચ વરસાદ પડી ગયાે હતાે. જેના કારણે વાડી ખેતરાે પાણીથી લથબથ થયા હતા. ધારી પંથકમા અાજે માત્ર હળવા ઝાપટા પડયા હતા. જાે કે ધારી તાલુકાના ગાેપાલગ્રામ, માેરઝર, પાદરગઢ, હાલરીયા વિગેરે ગામાેમા અડધાે ઇંચ વરસાદ થયાે હતાે. ચલાલામા પણ હળવા ઝાપટા પડયા હતા. જયારે લીલીયા અને બગસરામા ધીમીધારે હળવા ઝાપટા પડયાના વાવડ છે.

સાવરકુંડલા તાલુકાના જુના સાવર, અમૃતવેલ વિગેરે ગામડાઅાેમા મેઘમહેર થઇ હતી. લાઠીમા અેક ઇંચ વરસાદ ઉપરાંત ચાવંડ, કરકાેલીયા તથા અાસપાસના ગામાેમા પણ અાવી જ મેઘમહેર થઇ હતી. જયારે બાબરા તાલુકાના ચમારડી, ચરખા, વલારડી, ઇંગાેરાળા, માેટા દેવળીયા, કરિયાણા વિગેરે ગામાેમા ધીમીધારે વરસાદ વરસ્યાે હતાે. સમગ્ર અમરેલી જિલ્લામા વરસાદી માહાેલ છવાયેલાે હાેય વરસાદના અા નવા રાઉન્ડમા મેઘરાજા અગાઉની તમામ ઘટ પુર્ણ કરી દેશે તેવી ખેડૂતાેને અાશા છે.

ચલાલામાં બે ઇંચ વરસાદથી ઠેર- ઠેર પાણી ભરાયા
ચલાલામા સાંજના સુમારે વિજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધાેધમાર બે ઇંચ વરસાદ તુટી પડયાે હતાે. જેને પગલે અહીના વાેર્ડ નં-1મા ભીમનાથ મંદિર, હુડકાે, મફત પ્લાેટ, માર્કેટીંગયાર્ડ, તળાવકાંઠા જેવા નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. અહી કેટલાક રહેણાંકમા પણ પાણી ઘુસી ગયા હતા.

બાબરા તાલુકાના કાેટડાપીઠામાં કડાકા ભડાકા સાથે બે ઇંચ
બાબરા તાલુકાના કાેટડાપીઠા તથા અાસપાસના ગામાેમા અાજે સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયાે હતાે. અા વિસ્તારમા બે ઇંચ વરસાદથી માેલાતને માેટાે ફાયદાે થશે. કાેટડાપીઠા તથા અાસપાસના વિસ્તારમા વિજળી પણ ગુલ થઇ ગઇ હતી.

ભુરખિયામાં અડધાે ઇંચ
દામનગરમા માેડી સાંજે હળવુ ઝાપટુ પડયુ હતુ. જયારે બાજુના રામપરા, ભુરખીયા તથા અન્ય ગામાેમા અડધા ઇંચ સુધીનાે વરસાદ વરસી ગયાે હતાે. વડીયામા પણ માત્ર ઝાપટા વરસ્યાં હતા.

કયાં કેટલાે વરસાદ

ચલાલાબે ઇંચ
ખાંભાઅેક ઇંચ
રાજુલાઅેક ઇંચ
લાઠીઅેક ઇંચ
જાફરાબાદઅડધાે ઇંચ
ભુરખીયાઅડધાે ઇંચ
કાેટડાપીઠાબે ઇંચ
બાબાપુરઅેક ઇંચ
અન્ય સમાચારો પણ છે...