તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવમાં ઘટાડો:રાજુલામાં બીમારી ઓછી થતા લીંબુ અને પપૈયાના ભાવમાં 50 ટકા ઘટાડો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારોમાંથી માર્કેટમાં લીંબુ અને પપૈયાની પુષ્કળ આવક

રાજુલા પંથકમાં બીમાર દર્દીઓની સંખ્યા ઓછી થતા લીંબુ, પપૈયા અને નાળિયેરના ભાવમાં 50 ટકા ઘટાડો થયો છે. સ્થાનિક ગ્રામ્ય વિસ્તારમાંથી માર્કેટમાં લીંબુ અને પપૈયાની પુસ્કર આવક થઈ રહી છે. રાજુલાના નાગેશ્રી, ચોત્રા, ધારાનાનેશ, ભચાદર, રામપરા, જાફરાબાદ અને ડુંગર સહિતના 15 ગ્રામ્ય વિસ્તારોમાં લીંબુ તેમજ પપૈયાનું વાવેતર જોવા મળે છે. અહીં ઉત્પાદન સારૂ રહેતા રાજુલા માર્કેટમાં લીંબુ અને પપૈયાની આવકમાં વધારો થયો છે.

બીજી તરફ કોરોના મહામારીમાં 10 દિવસ પહેલા લીંબુ, પપૈયા અને નારિયળની ખરીદી માટે લોકો હડિયાપાટી કરી રહ્યા છે. વેપારીઓએ પણ લોકોની મજબૂરીનો લાભ લઇ રૂપિયા 75થી વધુના ભાવે લીંબુ, પપૈયાનું વેંચાણ કરતા હતા. રાજુલા પંથકમાં કોરોના હોય કે અન્ય બીમારીના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જેના કારણે લીંબુ, પપૈયા અને નાળિયેરના ભાવમાં 50 ટકા ઘટ્યા છે. ફ્રૂટ બજારમાં પણ ગ્રાહકો ઘટ્યા છે. અને ફેરિયાઓએ શહેરમાં લીંબુ, પપૈયા ફેરી કરી રોજગારી કમાવવાની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...