કૃષિ શિબિર:અમરેલીના સાવરકુંડલા APMC ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં 50 લેપટોપ વિતરણ કરવામાં આવ્યા

અમરેલીએક મહિનો પહેલા
  • અમરેલી જિલ્લામાં આવેલી 50 મંડળીને પ્રથમ વખત લેપટોપ મળ્યા

અમરેલી જિલ્લામા આવેલ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે કૃષિ શિબિર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના દરેક માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખ ડિરેક્ટરો સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંડળીના સદસ્યો હોદેદારો પણ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ ભારત સરકારના મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો અને ઇફકોના ચેરમેન સહકારી નેતા દિલીપ સંઘાણી સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ શિબિરમાં સહકારી માળખું વધુમાં વધુ મજબૂત રીતે અત્યારના સમયે કેવી રીતે કામગીરી કરી શકે વગેરે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સહકારી શેત્ર વર્ષો પહેલાની સરખામણી એ અત્યારે ઘણા અંશે આગળ ચાલી રહ્યું છે

50 મંડળીને લેપટોપ આપ્યા
અમરેલી જિલ્લામાં આવેલ 50 જેટલી સહકારી મંડળીને આજે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે લેપટોપ આપવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતો અને મંડળીઓમાં ખુશી છવાઈ હતી. ત્યારે હવે આ સહકારી મંડળીઓ પણ લેપટોપ ઉપર ગામડામાં કામ કરશે જેના કારણે વધુ ઝડપી સહકારી કામો આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...