તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અમરેલી જિલ્લામાં કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ગ્રાન્ટમાંથી 5 વેન્ટિલેટરની ફાળવણી કરવામા આવી

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી સિવિલ અને રાજુલામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પુરજોશમાં

કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની તાતી જરૂરિયાતને પહોંચી વળવા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી તાજેતરમાં રૂ. 1 કરોડ ફાળવ્યા હતા. જેમાંથી રૂ. 7.50 લાખનું એક એવા રૂ. 37.50 લાખના પાંચ અધ્યતન વેન્ટીલેટર અમરેલી સીવીલ એટલે કે શાંતાબા ગજેરા હોસ્પિટલને આપવામાં આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલમાં 62 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે

અમરેલી સિવિલ હોસ્પિટલના સર્જન ડો. વાળાએ જણાવ્યું તાજેતરમાં કોરોનની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ હતી. જેને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની તાતી જરૂરિયાત હતી. જેના અનુસંધાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા 1 કરોડની ગ્રાન્ટ તાત્કાલીક અસરથી ફાળવી હતી આ ગ્રાંટમાંથી ખરીદવામાં આવેલા વેન્ટિલેટર અત્યાધુનિક છે. આ વેન્ટિલેટરમાંથી દર્દીને જરૂર પૂરતો જ ઓક્સિજન મળે છે અને અન્ય વેન્ટિલેટરની જેમ આમા ઓક્સિજનનો બગાડ થતો નથી. આ વેન્ટિલેટરો અમરેલી સિવિલમાં દાખલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત વેન્ટિલેટર લો પ્રેશરની પરિસ્થિતિમાં પણ સારી રીતે કામગીરી કરે છે તેમજ હાઈ ફ્લો, ઈન્વેજીવ અને બાયપેપ જેવી સુવિધાઓ પણ હોવાથી દર્દીઓ માટે અત્યંત કારગર નીવડે છે.

અમરેલી જિલ્લામાં હાલ આકાર પામી રહેલા ઓક્સિજન પ્લાન્ટ વિષે વાત કરતા ડો વાળાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલી 1 કરોડની ગ્રાન્ટમાંથી આગામી દિવસોમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઇ જતા દરરોજના 50 થી 60 જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાય તેટલો જથ્થો પેદા થશે. જેથી હાલ અમરેલી જિલ્લામાં ઓક્સિજનની અછતની સમસ્યાને સંપૂર્ણપણે નિવારી શકાશે. જેથી અમરેલી જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...