બાબરા તાલુકાના કોટડાપીઠામા રહેતા એક આધેડે જસદણ અને કોટડાપીઠામા રહેતા પાંચ શખ્સો પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા હોય પરંતુ વ્યાજ અને મુદલ રકમ ચુકવી ન શકતા પાંચેય શખ્સોએ તેને મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેણે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.આધેડને વ્યાજખોરોએ મારી નાખવાની ધમકી આપ્યાની આ ઘટના બાબરાના કોટડાપીઠામા બની હતી.
અહી રહેતા ઘોહાભાઇ ગોબરભાઇ ગજેરા (ઉ.વ.57) નામના આધેડે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમને નાણાની જરૂર હોય કાંતી લવાભાઇ રાદડીયા, અનક પટગીર, ભરત પટગીર સહિત પાંચ શખ્સો પાસેથી અલગ અલગ રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જો કે તેમણે આઠેક વર્ષ પહેલા 24 વિઘા ખેતીની જમીન કટકે કટકે વેચાણ કરીને મુદલ રકમ તથા વ્યાજ સાથેની રકમ ચુકવી હતી. જો કે તેમ છતા કેટલીક રકમ અને વ્યાજ ચુકવવાનુ બાકી હોય આ શખ્સોએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પીઆઇ આર.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.