તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:એટ્રાેસીટીની ફરિયાદ કરવા મુદ્દે 5 શખ્સનાે યુવક પર લાકડીથી હુમલો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના ધાેળાદ્રીમા રહેતા અેક યુવકને અહી જ રહેતા પાંચ શખ્સાેઅે અેટ્રેાસીટીની ફરિયાદ કરવા મુદે બાેલાચાલી કરી લાકડી અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા નાગેશ્રી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકને મારમાર્યાની અા ઘટના દુધાળા ગામે પુલ નજીક બની હતી. ધાેળાદ્રીમા રહેતા લાખાભાઇ દાનાભાઇ પરમાર (ઉ.વ.30) નામના યુવકે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ગામના અાલકુ વલકુભાઇ વરૂ સહિત પાંચ શખ્સાે સામે તેણે 2019મા અેટ્રાેસીટીની ફરિયાદ નાેંધાવી હતી. અા ઉપરાંત છ માસ પહેલા પણ ફરિયાદ કરી હતી. તેમજ સપ્તાહ પહેલા ગામના ગાેવિંદભાઇ બાવભાઇ જાેગદીયાઅે પણ અશાેકભાઇ અને તેના પિતા અાલકુભાઇ સહિત ચાર શખ્સાે વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવી હતી.

અા અંગે મનદુખ રાખી અશાેક અાલકુભાઇ વરૂ તેમજ અજાણ્યા ચાર શખ્સાેઅે તેને રસ્તામા ઉભાે રાખી લાકડી અને પાઇપ જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. અા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માેબાઇલ તાેડી નાખ્યાે હતાે. બનાવ અંગે નાયબ પાેલીસ અધિક્ષક અાર.ડી.અાેઝા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...