અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકા બાદ ધારીમાં પણ રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે. ધારી શહેરની સોસાયટીમાં ગતરાત્રિએ એક સાથે પાંચ સિંહ આવી ચડતા અને ગાયનું મારણ કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ધારી શહેરમાં રાત્રિના સમયે એક સાથે પાંચ સિંહનું ટોળું આવી ચડ્યું હતું. સિંહના ટોળા દ્વારા એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. ધારની મધુરમ સોસાયટીમાં સિંહના આંટાફેરાના અને ગાયના શિકારના દ્રશ્યો સ્થાનિક લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા.
અમરેલી જિલ્લાના ધારી ઉપરાંત રાજુલા, ખાંભા, છતડીયા, હિંડોરણા સુધી સિંહ પહોંચવા લાગ્યા છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ત્યારે ગામલોકો ઈચ્છી રહ્યા છે કે, વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી સિંહને રહેણાંક વિસ્તારથી દૂર રાખવામા આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.