સન્માન સમારોહ:અંધશાળા ખાતે4થીએ પદ્મશ્રી મુક્તાબેનનો સન્માન સમારોહ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બ્રેઈલ વાંચન- લેખન અને ફિલ્મી ગીતોની સ્પર્ધાનું આયોજન

અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળ અને પ્રજ્ઞાચક્ષુ મહિલા પ્રગતિ ટ્રસ્ટ દ્વારા અંધશાળા ખાતે 4 જાન્યુઆરીના રોજ પહ્મશ્રી મુક્તાબેન પી. ડગલીના સન્માન સમારોહનું આયોજન કર્યું છે. સાથે સાથે 3 જીએ જિલ્લાકક્ષાની બ્રેઈલ વાંચન- લેખન અને ફિલ્મગીતોની સ્પર્ધા પણ યોજાશે.

અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળ દ્વારા મહાત્મા લૂઈ બ્રેઈલની 213મી જન્મ જયંતિ નિમિત્તે પહ્મશ્રી મુક્તાબેન ડગલીનો સન્માન સમારોહ, પીજીવીસીએલના સહયોગથી મળેલી ગાડીનું લોકાર્પણ તથા વિવિધ દાતાઓનો સત્કાર સમારંભ ચાર જાન્યુઆરીના રોજ અંધશાળા ખાતે સવારે 10 કલાકે યોજાશે. આ પ્રસંગે પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર વરૂણ બરનવાલા, નુપુર બરનવાલા, જસ્મીનભાઈ ગાંધી, હાર્દિકભાઈ ચૌહાણ, પરેશભાઈ પરીખ, વી.એ. સૈયદ, બી.સી. જાડેજા અને મહેશભાઈ કડછા વિગેરે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ પરીખ સહિતના ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...