તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી નિષ્ફળ જવાની ભીતિ:499 ગામનાં ખેડૂતો વરસાદ ખેંચાતા ચિંતીત, વાવાઝોડા બાદ રાજુલા, જાફરાબાદ, કુંડલા અને ધારીમાં ખેતીવાડી વિજ પુરવઠો મળતો ન હોઇ પિયત પણ અટકી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં વાવણી પાંચ લાખ હેકટરને પાર. - Divya Bhaskar
અમરેલી જિલ્લામાં વાવણી પાંચ લાખ હેકટરને પાર.
  • જિલ્લામાં ચોમાસાના પ્રારંભે સારો થયા બાદ વરસાદ ન પડતા કેટલાક વિસ્તારમાં બીજી વખતની વાવણી પણ નિષ્ફળ થશે

અમરેલી જિલ્લામા ચાેમાસાનાે અારંભ તાે સારાે રહ્યાે પરંતુ હવે વરસાદ ખેંચાતા અને અાકરી ગરમી પડી રહી હાેય માેલાત મુરઝાવા લાગી છે. જિલ્લાના 499 ગામાેમા વાવણી થઇ છે. પરંતુ જાે અેક સપ્તાહમા વરસાદ નહી પડે તાે માેટાભાગના વિસ્તારમા વાવણી નિષ્ફળ જવાની ભીતિ છે. જિલ્લાના માેટાભાગના વિસ્તારમા વાવાઝાેડામા વિજપાેલ પડી ગયા હાેય ખેતીવાડીમા વિજ પુરવઠાે નથી જેના પગલે ખેડૂતાે પિયત પણ કરી શકતા નથી.

અમરેલી જિલ્લામા 499 ગામાેમા વાવણી થઇ ગઇ છે. જયારે 100થી વધુ ગામાેમા હજુ વાવણી પણ બાકી છે. છેલ્લા દસ દિવસથી અા વિસ્તારમા વરસાદનુ ટીંપુ પણ પડયુ નથી. બલકે ઉનાળાે ચાલી રહ્યાે હાેય તેવી અાકરી ગરમી પડી રહી છે જેના કારણે જમીનનાે ભેજ ઝડપથી સુકાઇ ગયાે છે. પરિણામે પાક પણ મુરઝાવા લાગ્યાે છે. અમરેલી જિલ્લામા વાવાઝાેડા વખતે માેટાભાગના વિસ્તારમા બે થી લઇ છ ઇંચ સુધી વરસાદ વરસી ગયાે હતાે. જાે કે તે સમયે ખેડૂતે વાવણી કરી ન હતી. પરંતુ ત્યારબાદ ચાેમાસાનાે વિધીવત અારંભ થતા સતત છુટાેછવાયાે વરસાદ પડયાે હતાે. અને જે જે વિસ્તારમા વાવણી લાયક વરસાદ પડતાે ગયાે તે તે વિસ્તારમા વાવણી થતી ગઇ હતી.

જાે કે હવે વરસાદ ખેંચાઇ ગયાે છે. મહદઅંશે મગફળી અને કપાસનુ વાવેતર થયુ છે. હવે વરસાદની તાતી જરૂર છે. જગતનાે તાત રાેજેરાેજ અાકાશ ભણી મીટ માંડીને બેસે છે પરંતુ વરસાદી વાદળાે નજરે પડવાને બદલે અાકાશમાથી લુ વરસી રહી છે.

અાકરી ગરમીના કારણે પાક ઝડપથી સુકાવા લાગ્યાે છે. જાે અેકાદ સપ્તાહમા સાર્વત્રિક વરસાદ નહી અાવે તાે અા વિસ્તારના ખેડૂતાેને ટુંકાગાળામા બીજાે માેટાે અાર્થિક ફટકાે પડશે. જિલ્લાના 100થી વધુ ગામાે તાે અેવા છે જયાં હજુ વાવણી થઇ નથી. અથવા 50થી 75 ટકા વિસ્તારમા જ વાવણી થઇ છે. જયારે કેટલાક વિસ્તારમા તાે ખેડૂતાેઅે બીજી વખત પણ વાવેતર કર્યુ છે. જિલ્લાના માેટાભાગના વિસ્તારમા ખેતીવાડીનાે વિજ પુરવઠાે શરૂ નથી. ત્યારે ખેડૂતાેને હવે અેકમાત્ર કુદરતનાે ભરાેસાે છે.

ધારીના 40 ગામાેમાં હજુ વાવણી બાકી
ધારી તાલુકામા તાે ચાેમાસાના અારંભથી જ ખેડૂતાેની કફાેડી સ્થિતિ છે. 80માથી 40 ગામાેમા તાે હજુ વાવણી બાકી છે. જે ગામાેમા વાવણી થઇ છે. ત્યાં પણ ખેડૂતાેને બીજી વખત વાવણી કરવી પડે તેવી સ્થિતિ છે. વડીયા તાલુકાના 20 ગામાેમા હજુ પુરતી વાવણી થઇ નથી.

અમરેલી જિલ્લામાં વાવણી પાંચ લાખ હેકટરને પાર
અમરેલી જિલ્લાના માેટાભાગના વિસ્તારમા ખેડૂતાેઅે અધુરા વરસાદે પણ વાવણી કરી દીધી છે. જેને પગલે હાલમા કુલ વાવેતર 5.06 લાખ હેકટરને પાર થઇ ગયુ છે. જેમા સાૈથી વધુ 2.81 લાખ હેકટરમા કપાસનુ વાવેતર થયુ છે. જયારે 1.83 લાખ હેકટરમા મગફળીનુ વાવેતર થયુ છે. અાેણસાલ સાેયાબીનનુ વાવેતર પણ 9800 હેકટરને પાર પહાેંચ્યુ છે.

વાવેતર બાદ અેક જ વખત વરસાદ પડયાે
અમરેલી તાલુકાના ખડખંભાળીયા ગામના ખેડૂત ભાભલુભાઇ વાળાઅે જણાવ્યું હતુ કે તેમણે કપાસનુ વાવેતર કર્યા બાદ માત્ર અેક જ વખત વરસાદ પડયાે હતાે. પાકને પાણીની જરૂર છે. પરંતુ ખેતીવાડીનાે વિજ પુરવઠાે શરૂ થયાે નથી. જેથી પાક નિષ્ફળ જવાની બીક છે.> ભાભલુભાઇ, ખેડૂત

હાલ કપાસ અને મગફળી સુકાવા લાગ્યા છે
રાજુલા તાલુકાના જુની માંડરડી ગામના ખેડૂત રમેશભાઇ વસાેયાઅે જણાવ્યું હતુ કે વિજળીના અભાવે પિયત થઇ શકતી નથી. પાક નિષ્ફળ જવાની સ્થિતિઅે છે. મગફળી અને કપાસનાે પાક સુકાવા લાગ્યાે છે. હવે મેઘરાજા જ બચાવી શકે તેમ છે.> રમેશભાઇ વસોયા, જુની માંડરડી ગામના ખેડૂત

અન્ય સમાચારો પણ છે...