ચૂંટણી:જિલ્લામાં 490 ગ્રામ પંચાયતની ચૂંટણી યાેજાશે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર અંતિમ ઘડીની મતદાર યાદી સુધારણામાં વ્યસ્ત : ગ્રામિણ ક્ષેત્રમાં સરપંચ અને સભ્ય પદના દાવેદારાેની હડીયાપાટી : ટુંક સમયમાં આવશે જાહેરનામું

ગ્રામ પંચાયતની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે. તંત્ર મતદારાેની અાખરી યાદી તૈયાર કરવામા વ્યસ્ત છે. તાે બીજી તરફ ગ્રામ્યકક્ષાઅે ચુંટણી લડવા માટેના દાવેદારાેઅે દાેડધામ કરી મુકી છે. ડિસેમ્બરમા અમરેલી જિલ્લાની 490 ગ્રામ પંચાયતની ચુંટણી અેકસાથે યાેજાશે. સાૈથી વધુ સાવરકુંડલા તાલુકામા 63 ગ્રામ પંચાયતની ચુંટણી થશે.ગ્રામ પંચાયતની ચુંટણી ભલે હજુ જાહેર થઇ નથી પરંતુ અમરેલી જિલ્લામા ગ્રામીણ ક્ષેત્રમા ગ્રામ પંચાયતની ચુંટણીનાે માહાેલ બરાબર જામી ગયાે છે.

સરપંચથી લઇ વાેર્ડના સભ્યની ચુંટણી લડવા માટે ઇચ્છુકાેઅે પાેતાની તૈયારી અામ તાે ઘણા સમયથી શરૂ કરી દીધી છે. પરંતુ હવે ચુંટણી અાડે અેકાદ માસનાે સમય બચ્યાે હાેય દાવેદારાે અત્યારથી જ જાેર લગાવી રહ્યાં છે. ખાસ કરીને જે તે ગામાેના હાલના સરપંચ તથા વાેર્ડના સભ્યાે પાેતપાેતાનુ પદ જાળવી રાખવા માટે અંતિમ ઘડીઅે પણ લાેકાેના કામ કરી લાેકપ્રિય થવા પ્રયત્ન કરી રહ્યાં છે.જયાં જયાં ગ્રામ પંચાયતમા સરપંચ પદ જુદીજુદી અનામતમા જઇ રહ્યું છે. ત્યાં પણ નવા નવા દાવેદારાે અત્યારથી પાેતાના સાેગઠા ગાેઠવી રહ્યાં છે.

ગ્રામ પંચાયતાેની ચુંટણી પક્ષના નેજા હેઠળ લડાતી નથી પરંતુ અાડકતરી રીતે જે તે પક્ષના નેતાઅાેની ભુમિકા પણ હાેય છે. ખાસ કરીને માેટી ગ્રામ પંચાયતાેમા ભાજપ કાેંગ્રેસ જેવા પક્ષાે દ્વારા ટેકેદારાેને સરપંચ પદ માટે અાગળ કરાતા હાેય છે.બીજી તરફ વહિવટી તંત્ર દ્વારા પણ ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારીને અાખરી અાેપ અપાઇ રહ્યાે છે. હાલમા મતદાર યાદી સુધારણાનુ કામ પુરજાેશમા ચાલી રહ્યું છે.

ગ્રામ પંચાયતની ચુંટણી યાેજાય તે પહેલા મતદાર યાદીમા નામ ઉમેરવાનુ, કમી કરવાનુ તથા સુધારવાનુ કામ પુર્ણ થઇ જશે. ત્યારબાદ મતદારાેની અંતિમ સંખ્યા સ્પષ્ટ થશે. કઇ ગ્રામ પંચાયતમા કેટલા બુથ રહેશે અને કયા કયા કર્મચારીઅાે ફરજ બજાવશે, કેટલા ઇવીઅેમ અને અન્ય સાહિત્યની જરૂર પડશે વિગેરે જે તે તાલુકાની મામલતદાર કચેરી દ્વારા નક્કી કરાશે.

કયા તાલુકામાં કેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી

તાલુકાે

ગ્રામ પંચાયત

અમરેલી60
વડીયા કુંકાવાવ39
લાઠી36
બાબરા44
સાવરકુંડલા63
લીલીયા34
ધારી43
બગસરા34
ખાંભા43
રાજુલા58
જાફરાબાદ36
કુલ490

​​​​​​​

લીલિયા-બગસરા તાલુકામાં સાૈથી અાેછી ગ્રામ પંચાયત
જિલ્લાના 11 તાલુકા પૈકી લીલીયા અને બગસરા તાલુકામા સાૈથી અાેછી ગ્રામ પંચાયતની ચુંટણી યાેજાશે. બંને તાલુકામા 34 ગ્રામ પંચાયતની ચુંટણી થશે. જયારે સાૈથી વધુ સાવરકુંડલા તાલુકામા 63 અને અમરેલી તાલુકામા 60 ગ્રામ પંચાયતની ચુંટણી થશે.

21 જુથ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી
જિલ્લામા જે 490 ગ્રામ પંચાયતાેની ચુંટણી યાેજાવાની છે તેમા 21 જુથ ગ્રામ પંચાયતની પણ ચુંટણી થશે. જેમા જાફરાબાદ તાલુકામા નાના અને માેટા સાકરીયા જુથ ગ્રામ પંચાયત, ઘેસપુર અને સાેખડા, ભટ્ટવદર અને સરાેવડા, રાજુલા તાલુકામા ઉંટીયા અને ગાંજાવદર, નાના અને માેટા માેભીયાણા, નવી અને જુની માંડરડી, ખાંભામા ધાવડીયા અને ભાણીયા, ધારીમા સુખપુર અને રાવણા, ખીસરી અને રાજસ્થળી, ગાેવિંદપુર અને માટણમાલા, ગઢીયા ચાવંડ અને તરશીંગડા, પાતળા અને ગઢીયા જુથ ગ્રામ પંચાયત વિગેરે મળી 21 જુથ ગ્રામ પંચાયતની ચુંટણી થશે.

અન્ય સમાચારો પણ છે...