તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:પાલિકા, પંચાયતની ચૂંટણીમાં ત્રીજા દિવસે 48 ફોર્મ ભરાયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 દિ'માં ચૂંટણી અધિકારી પાસે 57 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા

અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ પ્રક્રિયાના ત્રીજા દિવસે 48 ફોર્મ ભરાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં જુદીજુદી સીટ પરથી 57 ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોએ રજુ કર્યા હતા. અમરેલી જિલ્લામાં ગઈ કાલે 9 ફોર્મ ભરાયા બાદ આજે વધુ 48 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અહીં તાલુકા પંચાયતમાં અમરેલીમાં ગઈકાલે 5 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા તો આજે વધુ 5 ઉમેદવારે ફોર્મ રજૂ કરતા કુલ ફોર્મનો આંક 10 પર પહોંચ્યો હતો.

ઉપરાંત બગસરામાં ગઈકાલે 2 ફોર્મ રજૂ થયા હતા. તો આજે વધુ 14 ઉમેદવારોએ ઉમેદવારી રજુ કરતા કુલ ઉમેદવાર 16 પર પહોંચ્યા છે. તેમજ દિવસ દરમિયાન ધારીમાં 1, જાફરાબાદ 3, ખાંભામાં 1 અને સાવરકુંડલામાં 2 ફોર્મ રજૂ થયા હતા. ઉપરાંત અમરેલી જિલ્લા પંચાયતમાં આજે 6 ફોર્મ ભરાયા હતા. તેમજ બગસરા નગરપાલિકામાં ગઈકાલે 2 ફોર્મ રજૂ થયા હતા. તો આજે વધુ 2 ઉમેદવારે દાવેદારી નોંધાવતા ફોર્મનો આંક 4 પર પહોંચ્યો હતો. ઉપરાંત દામનગરમાં 10 અને સાવરકુંડલામાં 4 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા.

કઈ ચૂંટણીમાં કેટલા ફોર્મ રજુ થયા?

તાલુકા પંચાયતમાં33
જિલ્લા પંચાયતમાં6
નગરપાલિકામા18
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો