તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જાફરાબાદના 47 ગામો હજુ પણ ખેતીવાડીના વિજ પુરવઠાથી વંચિત

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક વિજ પુરવઠા માટે ખેડૂત અગ્રણીની વિદ્યુત બોર્ડને રજૂઆત
  • વાવાઝોડાના 40 દિવસ બાદ પણ વિજ તંત્ર વિજપોલ ઉભા કરી શક્યું નથી

જાફરાબાદના 47 ગામમાં વાવાઝોડાના 40 દિવસ બાદ પણ ખેતીવાડી વીજ પુરવઠો શરૂ થયો નથી. આજ દિન સુધી પીજીવીસીએલ તંત્ર વિજપોલ ઉભા કરી શક્યું નથી. જેના કારણે ખેડૂતોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. તાત્કાલિક જાફરાબાદના ગામડાઓમાં ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ કરવા ખેડૂત અગ્રણીએ વિદ્યુત બોર્ડના અધિકારીને રજૂઆત કરી હતી.

જાફરાબાદના ખેડૂત અગ્રણી ભોળાભાઇ વરૂએ જણાવ્યું હતું કે જાફરાબાદના 47 ગામડામાં 5000 જેટલા ખેતીવાડી કનેક્શન છે. વાવાઝોડામાં ગ્રામ્ય વિસ્તારમાં વિજપોલ અને વાયર તૂટી ગયા હતા. પરંતુ વાવાઝોડાના 40 દિવસ બાદ પણ પીજીવીસીએલ તંત્ર ખેતીવાડીના વિજપોલ ઉભા કરવા પહોંચ્યું નથી. જેના કારણે હજુ સુધી વાડી વિસ્તારમાં વીજળી આવી નથી. ઉપરાંત તાલુકામાં 66 કેવીના વીજપોલ પણ હટાવવામાં આવ્યા નથી.

જાફરાબાદ પંથકમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. વરસાદ ખેંચાયો છે. પાકને પાણીની તાતી જરૂરિયાત છે. પણ વીજળીના અભાવે ખેડૂતો પિયત કરી શકે તેવી સ્થતિ નથી. ત્યારે જાફરાબાદમાં અન્ય જિલ્લામાંથી ટીમો મંગાવી તાત્કાલિક ખેતીવાડી વીજ પુરવઠો શરૂ કરવા તેમણે માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખની બની રહેશે કે, 40 દિવસ બાદ વિજળી ન મળતા લોકોને હાલાકી ભોગવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...