વરસાદ:અમરેલી જિલ્લામાં 9 જળાશયો પરથી ઓવરફ્લો થતું 4500 ક્યુસેક પાણી

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખોડિયાર ડેમની ફાઇલ તસવીર - Divya Bhaskar
ખોડિયાર ડેમની ફાઇલ તસવીર
  • 6 ડેમના દરવાજા એકથી બે ફૂટ ખુલ્લા - દરવાજા વગરના ત્રણ ડેમ પણ ઓવરફલો

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધાના ચાર દિવસ વિતી ગયા છે. છતાં પણ 10માંથી 9 જળાશયોમાંથી 4522 ક્યુસેક પાણીનો પ્રવાહન નદીમાં વહી રહ્યો છે. અત્યારે પણ 6 ડેમના દરવાજા ખુલ્લા છે. તો મુંજીયાસર, ધાતરવડી 1 અને સુરજવડી ડેમ ઓવરફલો છે. સતત નદીમાં વહેતા પાણીના કારણે આગામી શિયાળું અને ઉનાળું વાવેતરમાં ખેડૂતોને ફાયદો થશે.

જિલ્લાભરમાં ભરપુર વરસાદના કારણે જિલ્લાના જળાશયોની સ્થિતિ પણ બદલાય છે. અહી ખોડિયાર ડેમના એક દરવાજામાંથી 800, ઠેબીના એક દરવાજામાંથી 280, રાયડીના એક દરવાજામાંથી 333, વડીયાના એક દરવાજામાંથી 106, શેલદેદુમલના એક દરવાજામાંથી 212, ધાતરવડી 2ના બે દરવાજામાંથી 1550 ક્યુંસેક પાણી નદીમાં વહી રહ્યું છે. સાથે સાથે ધાતરવડી 1 અત્યારે 0.15 મીટર ઓવરફલો હોવાથી 1064, મુંજીયાસર 0.03 મીટર ઓવરફલો હોવાથી 115 અને સુરજવડી 0.05 મીટર ઓવરફલો હોવાથી 168 ક્યુસેક પાણી સતત નદીમાં વહી રહ્યું છે.

જિલ્લામાં અત્યારે પણ 10માંથી 9 જળાશયોમાંથી 4522 ક્યુસેક પાણી નદીમાં જતું હોવાથી મોટાભાગની નદીઓમાં હજુ પુર જેવી સ્થિતિ જોવા મળે છે. આ સ્થિતિના કારણે કુવા અને બોરમાં પાણના તળ ઉંચા આવ્યા છે. અને આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને પિયત માટે ફાયદો થશે.

6 ડેમમાં 100 ટકા પાણીનો જથ્થો
જિલ્લામાં ખોડિયાર, ધાતરવડી1, વડીયા, મુંજીયાસર, સુરજવડી અને ધાતરવડી 2 ડેમ 100 ટકા પાણી છે. ઉપરાંત ઠેબીમા 53.66, રાયડીમાં 26.98, ;વડીમાં 67.27, શેલદેદુમલમાં 62.06 ટકા પાણીનો જથ્થો જોવા મળે છે.

ક્યા ડેમ પર સિઝનનો કેટલા ઈંચ વરસાદ પડ્યો ?

ખોડિયારમાં24.5ઈંચ
ઠેબીમાં22.5ઈંચ
ધાતરવડી1માં23ઈંચ
રાયડીમાં35.5ઈંચ
વડીયામાં27ઈંચ
વડીમાં15.5ઈંચ
શેલદેદુમલમાં30ઈંચ
મુંજીયાસરમાં29.28ઈંચ
સુરજવડીમાં30ઈંચ
ધાતરવડી2માં27ઈંચ
અન્ય સમાચારો પણ છે...