વધારો:દિવાળીના પર્વ પર એસટીની પ્રતિ દિવસની આવકમાં 45 % નો વધારો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય દિવસમાં 22 લાખની આવક અત્યારે 31 લાખે પહોંચી

દિવાળીના પર્વને લઈને ધંધા- રોજગારીથી માંડી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ તેજી આવી છે. એસટી વિભાગને દિવાળીનો તહેવાર ફળી રહ્યો હોય તેમ પ્રતિ દિવસની આવકમાં 9 લાખ જેટલો વધારો થયો છે. એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ઘસારો વધ્યો છે. જેના કારણે એસટી વિભાગને એકસ્ટ્રા બસો શરૂ કરવાની ફરજ પડી છે.

અમરેલી એસટી ડિવિઝનના ડિ. ટી.ઓ વી.એચ. નથવાણીએ જણાવ્યું હતું કે દિવાળીના પગલે એસટી બસમાં ફૂલ બુકીંગ થઈ રહ્યું છે. સુરતથી અમરેલી આવવા માટે 140થી પણ વધારે બસનું બુકીંગ થયું હતું. તેમજ અમરેલી, રાજુલા, બગસરા, ધારી, સાવરકુંડલા, કોડીનાર અને ઉના ડેપોમાં સામાન્ય દિવસ કરતા મુસાફરોનો ટ્રાફિક વધ્યો છે. જેને ધ્યાને રાખી રાજકોટ, જૂનાગઢ, દાહોદ, ગોધરા જેવા મેટ્રોસીટીમાં એકસ્ટ્રા સંચાલન શરૂ કરાયું છે.

દીપાવલીના પર્વના કારણે પ્રતિ દિવસની આવકમાં 9 લાખનો વધારો થયો છે. પહેલા અમરેલી ડિવિઝનમાં સરેરાશ પ્રતિ દિવસ 22 લખાની આવક થતી હતી. પણ અત્યારે પ્રતિ દિવસની 31 લાખની એસટી વિભાગને આવક થઈ રહી છે. આવતીકાલથી હજુ પણ એસટીની આવકમાં વધારો થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...