અમરેલી:વરસડામાં મકાનમાંથી 45 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

વરસડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ રૂ.15530નો મુદ્દામાલ કબ્જે કર્યો

ગામે મકાનમાંથી પોલીસે  ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની 45 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.  પોલીસની રેઇડ દરમિયાન રૂપિયા 15530નો મુદ્દામાલ કબ્જે કરી કારમાં દારૂ પહોંચાડનાર સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અમરેલી તાલુકા પોલીસની ટીમ વરસડા ગામે  પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અહીંના મહેશ ઉર્ફે માંડી હકુભાઈ વાળાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ  દારૂ હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઇડ હાથ ધરી મહેશ ઉર્ફે માંડીના રહેણાંક મકાનમાંથી  45 બોટલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો. તેમજ દારૂ પહોંચાડનાર રણજીત ઉર્ફે લાલો બાલુભાઈ વાળા સામે પણ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અહીં રૂપિયા 10530ની 45 બોટલ દારૂ અને રૂપિયા 5000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 15530નો મુદ્દામાલ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અન્ય સમાચારો પણ છે...