તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાેમાસાની શરૂઆત:જિલ્લામાં સિઝનમાં સાૈથી વધુ સાવર- કુંડલા તાલુકામાં 40.44 ટકા વરસાદ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધારી, બગસરા, વડિયા અને જાફરાબાદમાં હજુ વરસાદની ઘટ : અમરેલીમાં પણ 32.52 ટકા વરસાદ પડી ગયાે

અમરેલી જિલ્લામા ચાેમાસાની શરૂઅાત સારી થઇ છે. સાૈરાષ્ટ્રના અન્ય વિસ્તારેાની સરખામણીમા અત્યાર સુધીમા અહી ઠીકઠીક કહી શકાય તેવાે વરસાદ વરસી ગયાે છે. જિલ્લામા સાૈથી વધુ વરસાદ સાવરકુંડલા પંથકમા 40 ટકા જેટલાે પડયાે છે. અા ઉપરાંત અમરેલીમા 32.52 ટકા અને લીલીયામા 30.28 ટકા જેટલાે વરસાદ વરસી ચુકયાે છે. અાગામી ત્રણ દિવસ ભારે વરસાદની અાગાહી હાેય અાેણસાલ વરસાદની સ્થિતિ પ્રમાણમા સારી રહેશે.

અામ તાે અમરેલી જિલ્લામા વાવાઝાેડા વખતે જ માેટાભાગના વિસ્તારમા અેકથી લઇ છ ઇંચ સુધીનાે વરસાદ વરસી ગયાે હતાે. જાે કે વહિવટી તંત્ર દ્વારા અા વરસાદને ચાેમાસાનાે વરસાદ ગણવામા અાવ્યાે ન હતેા. પરંતુ ત્યારબાદ અા વિસ્તારમા ચાેમાસાની શાનદાર અેન્ટ્રી થઇ હતી. ચાર તાલુકાને બાદ કરતા બાકીના સાત તાલુકામા અત્યાર સુધીમા નાેંધપાત્ર વરસાદ પડી ચુકયાે છે. સાવરકુંડલા તાલુકામા દર વર્ષે સરેરાશ 680મીમી વરસાદ પડે છે.

તેની સરખામણીમા અત્યાર સુધીમા 275 મીમી અેટલે કે સિઝનનાે 40.44 ટકા વરસાદ વરસી ચુકયાે છે. અમરેલી શહેર પર સરેરાશ 658મીમી વરસાદ પડે છે. તેની સામે અત્યાર સુધીમા 214 મીમી અેટલે કે 32.53 ટકા વરસાદ પડી ગયાે છે.અાવી જ રીતે લીલીયા તાલુકામા 30.28 ટકા વરસાદ પડયાે છે. જયારે લાઠી તાલુકામા 25.90, ખાંભા તાલુકામા 29.15, બાબરા તાલુકામા 28.26મીમી વરસાદ નાેંધાઇ ચુકયાે છે. અન્ય ચાર તાલુકામા વરસાદનુ પ્રમાણ અાેછુ છે.

કયા તાલુકામાં કેટલા ટકા વરસાદ
લાઠી25.90 ટકા
સાવરકુંડલા40.44 ટકા
ખાંભા29.15 ટકા
બાબરા28.26 ટકા
અમરેલી32.52 ટકા
જાફરાબાદ12.61 ટકા
લીલીયા30.28 ટકા
ધારી11.48 ટકા
બગસરા16.03 ટકા
રાજુલા15.85 ટકા
વડીયા11.54 ટકા

ધારી તાલુકામાં સાૈથી અાેછાે વરસાદ

જિલ્લામા ધારી તાલુકામા અત્યાર સુધીમા સાૈથી અાેછાે માત્ર ત્રણ ઇંચ વરસાદ પડયાે છે. અહી સિઝનનાે 11.48 ટકા વરસાદ થયાે છે. અાવી જ રીતે જાફરાબાદ, રાજુલા અને વડીયા તાલુકામા પણ પ્રમાણમા વરસાદ અાેછાે છે.

અન્ય સમાચારો પણ છે...