તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહા અભિયાન:કાલે 40 હજાર લોકોને અપાશે વેક્સિન, અમરેલી જિલ્લામાં એકસાથે 250 સ્થળે વેક્સિનેશન કેમ્પ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા 13 લાખથી વધુ લાેકાેને વેકસીન અાપવાની છે. જાે કે સરકારી ચાેપડે અમરેલી જિલ્લામા 18 વર્ષથી ઉંમરના લાેકાેની જે સંખ્યા છે તેટલા લાેકાે વાસ્તવિક રીતે અમરેલી જિલ્લામા રહેતા જ નથી. અહીથી માેટા પ્રમાણમા યુવા વર્ગ ધંધાર્થે સુરત, અમદાવાદ, મુંબઇ જેવા શહેરાેમા વસવાટ કરી રહ્યાે છે. જેઅાે જે તે શહેરમા વેકસીન લઇ રહ્યાં છે. અામ છતા અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા 60 ટકાથી વધુ લાેકાે વેકસીનનાે પ્રથમ ડાેઝ લઇ ચુકયા છે. ત્યારે હવે મંગળવારે ફરી અેકવાર તંત્ર દ્વારા મહા અભિયાન હાથ ધરાયુ છે.

અારાેગ્ય વિભાગના સુત્રાેઅે જણાવ્યું હતુ કે શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામિણ વિસ્તાર પર પણ વધારે ફાેકસ કરવામા અાવ્યું છે.અેકલા અમરેલી તાલુકામા જ 31મીઅે 37 સ્થળાે પર વેકસીનેશન કેમ્પ યાેજાશે. જેમા અમરેલી શહેરમા 11 સ્થળ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમા 26 રસીકરણ કેન્દ્રાે ઉભા કરવામા અાવ્યા છે. માેટા અાંકડીયા, વાંકીયા, જાળીયા, શેડુભાર પીઅેચસી ઉપરાંત બાબરાના દેવળીયા, ચમારડી, ખંભાળા અને કાેટડાપીઠા, બગસરાના જુની હળીયાદ, માવજીંજવા, ધારીના ગાેપાલગ્રામ, જીરા, ભાડેર અને દલખાણીયા, જાફરાબાદના ટીંબી, બાબરકાેટ, નાગેશ્રી, લાઠીના મતિરાળા, ચાવંડ, અાસાેદર, જરખીયા, કુંકાવાવના અનીડા, દેવગામ, તાેરી અને લુણીધાર પ્રાથમિક અારાેગ્ય કેન્દ્રમા કેમ્પ યાેજાશે.

ઉપરાંત ખાંભાના ડેડાણ, ખડાધાર, માેટા સમઢીયાળા, લીલીયાના ગુંદરણ, ક્રાંકચ, રાજુલાના ભેરાઇ, ડુંગર ખેરા, વિકટર, વાવેરા તથા કુંડલાના અાંબરડી, બાઢડા, જુના સાવર, માેટા જીંજુડા, જીરા, સીમરણ અને વિજપડી પીઅેચસીમા રસીકરણ યાેજાશે.

દરેક કેન્દ્ર પર 150થી વધુને અપાશે રસી
અમરેલી જિલ્લાના 250 રસીકરણ કેન્દ્રાે પર યાેજાનારા અા મહા અભિયાન અંતર્ગત દરેક રસીકરણ કેન્દ્ર પર અાેછામા અાેછા 150 લાેકાેને વેકસીન અાપવાનાે ટાર્ગેટ રખાયાે છે. તંત્ર દ્વારા અા અંગે સાેશ્યલ મિડીયામા પણ અભિયાન ચલાવાયુ છે.

વધુ 14 ગામમાં 100 ટકા રસીકરણ
દરમિયાન અમરેલી તાલુકાના વધુ 14 ગામાેમા 100 ટકા રસીકરણ પુર્ણ કરવામા અાવ્યું છે. સાંગાડેરી, શંભુપરા, ખીજડીયા જંકશન, નાના માચીયાળા, શેડુભાર, હરીપરા, માેટા માચીયાળા, માલવણ, નાના ગાેખરવાળા, નાના માંડવડા, દહિંડા, ખડખંભાળીયા અને કેરીયાચાડમા 100 ટકા રસીકરણ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...