દુર્ઘટના:બગસરા પાસે બાઈક ટ્રક પાછળ‌ ઘુસી જતા 4 વર્ષની બાળકીનું મોત

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવાર બગસરા આવી રહ્યો હતો, અકસ્માત નડતા દંપતિને ઈજા

બગસરા નજીક બાઈક પર આવી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. અહી બાઈક ટ્રકની પાછળ ઘુસી જતા એક ચાર વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં દંપતિને ઈજા પહોંચી હતી. સરસીયા ગામે ભાગીયું વાડી રાખી મજુરી કામ કરતા જ્યોત્સનાબેન જગાભાઈ બારૈયાએ બગસરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ અને તેમની ચાર વર્ષીય બાળકી ઉર્મીલા , આઠ વર્ષીય બાળક જયરાજ તેમના પતિ જગા સંગ્રામભાઈ બારૈયા સાથે બાઈક પર બેસી બગસરા આવી રહ્યા હતા.

ત્યારે સાંજના 6 વાગ્યાના અરસામાં બગસરા પાસે તેમના પતિએ બાઈક બેફીકરાઈ રીતે ચલાવી રસ્તા પર ઉભેલા ટ્રકની પાછળ ભટકાવી હતી. આ દરમિયાન બાઈક પર આગળ બેસેલ તેમની ચાર વર્ષીય બાળકીનું માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને આ ઘટનામાં જ્યોત્સનાબેન અને જગાભાઈને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની આ ઘટના અંગે બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ કેશવલાલ બરજોડ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...