તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ધારીના ગોપાલગ્રામ ગામમા 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, માતા-પિતા દીપડાને ભગાડતા બાળકી બચી

અમરેલી22 દિવસ પહેલા
  • વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામા આવી

અમરેલી જિલ્લામા દીપડાનો આતંક ફરી સામે આવ્યો છે. ધારીના ગોપાલગ્રામ ગામમાં રાત્રે 3 વાગ્યાની આસપાસ વાડીમાં દીપડો ઘૂસ્યો હતો અને 4 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. જોકે એ જ સમયે માતા-પિતા જાગી જતાં તેમણે બૂમરાડ પાડી હતી અને દીપડાને ભગાડતા બાળકી બચી હતી. દીપડાના હુમલાથી ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ધારી ગીર પૂર્વ વિસ્તારમા સરસીયા રેન્જ વિસ્તારના ગોપાલગ્રામ રેવન્યુ વાડી વિસ્તારમા માતા-પિતા અને 4 વર્ષીય સંગીતા ચારોલા રાતે શેડમાં સુતા હતા. તેમના દીપડો રાતે 3 વાગ્યા આસપાસ આવી ચડ્યો અને બાળકીને ઉઠાવી જવા માટેનો પ્રયાસ કર્યો હતો જોકે બાળકીના માતા પિતા બાજુમા સુતેલા હતા ઉઠીને દીપડાને ભગાડ્યો હતો. જેના કારણે બાળકીનો બચાવ થયો હતો.

બાળકીને ગરદન,પગ ચહેરા પર અને માથાના ભાગે દીપડાએ ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બાળકીને પ્રથમ ચલાલામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવી હતી. જોકે વધુ સારવારના કારણે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરી છે. આ ઘટના બાદ ગોપાલગ્રામ ગામમા ફફડાટ વ્યાપી ગયો હતો.

વનવિભાગ દ્વારા દીપડા ને પાંજરે પુરવા કવાયત શરૂઘટનાની ગંભીરતા દાખવી સ્થાનીક વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે પાંજરા ગોઠવી રહ્યા છે. દીપડાને પાંજરે પુરવા માટે વનવિભાગની અલગ અલગ ટીમો દીપડાનુ લોકેશન મેળવી રહ્યા છે તેના સગડના આધારે પાંજરા મુકવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...