તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામ સડક યોજના:કુંડલા, લીલિયામાં 4 રસ્તા 13.88 કરોડના ખર્ચે મઢાશે

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએમ ગ્રામ સડક યોજના હેઠળ કામ કરાશે

સાવરકુંડલા અને લીલીયામાં 4 રસ્ત પર મુખ્યમંત્રી સડક યોજના હેઠળ 13.88 કરોડના ખર્ચે મેટલકામ, માટીકામ, કારપેટ સહિતની કામગીરી કરાશે. સાવરકુંડલા અને લીલિયા પંથકમાં વાવાઝોડાના કારણે વરસાદ પડવાથી અનેક માર્ગનું ધોવાણ થયું હતું. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

સાવરકુંડલા તાલુકાના 3 અને લીલીયા તાલુકાના 1 માર્ગની રીપેરીંગ કામગીરી કરવામાં આવશે. સરકારે ચારેય માર્ગ માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ 13. 88 કરોડની રકમ મંજુર કરતા સાંસદ નારણભાઇ કાછડીયાએ તેમને આવકારી હતી.

સાવરકુંડલાના ભુવાથી ધારનો 9 કિલોમીટર સુધી 620 લાખ, ઠવી દડલેશ્વર મહાદેવ ગોરી ટોપરાનો 4 કિલોમીટર સુધી 189 લાખ, લીખાળાથી ગોરડકાનો 5. 60 કિલોમીટર સુધી 359 અને લીલીયાના અટાળીયાથી સાજણટીંબા - હરિપરનો 5.40 કિલોમીટરનો 222 લાખના ખર્ચે રીપેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...