તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21મી સદીમાં અંધશ્રદ્ધા:સાધુના વેશમાં આવેલા 4 શખ્સે યુવક પાસેથી 2.34 લાખ ખંખેર્યા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • તારે મોટું વિઘ્ન આવશે કહી ચાેટીલા નજીક વિધી કરાવી : પુત્રનું માેત થશે તેવાે ભય બતાવ્યાે: બનાવ અંગે યુવકે ચારેય સામે ફરિયાદ નોંધાવી

અમરેલીના કાઠમા ગામે રસ્તા પર સાધુના વેશમા કારમા આવેલા ચાર શખ્સાેએ અહીના એક યુવકને તારે માેટુ વિઘ્ન આવશે અને પુત્રનુ માેત થશે તેવાે ભય બતાવી ચાેટીલા નજીક વિધી કરાવવાના બહાને 2.34 લાખની રકમ ઓળવી જતા આ બારામા ચારેય સામે યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

વિધી કરાવવાના બહાને યુવક પાસેથી માેટી રકમ ઓળવી જવાયાની આ ઘટના અમરેલીના કાઠમા ગામે બની હતી. અહી રહેતા જાદવભાઇ સામતભાઇ સાેલંકી (ઉ.વ.40) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગત તા. 15/2ના રાેજ તેઓ માેટા આંકડીયાથી કાઠમા જવાના રસ્તે રાેડ કાંઠે મગાભાઇ સાેલંકીની વાડીએ ઘઉમા પાણી વાળી રહ્યાં હતા. ત્યારે રસ્તા પર એક કાર ઉભી રહી હતી અને તેમા સાધુના વેશે ચાર વ્યકિત બેઠા હતા. તેણે પાણી માંગી બાદમા ચા પીવાનુ કહ્યું હતુ. જાે કે જાદવભાઇએ તેને રાેકડા રૂપિયા 200 આપ્યા હતા. કારમા બેઠેલ એક વ્યકિતએ બાલકગીરી નામ જણાવી તારા પર વિઘ્ન છે વિધી કરાવવી પડશે કહી માેબાઇલ નંબર અને વિઝીટીંગ કાર્ડ આપ્યુ હતુ.

વિઝીટીંગ કાર્ડમા વિજયગીરી મહારાજ બાપુ જુનાગઢ અખાડાે તેવુ લખ્યુ હતુ. અને અમે જુનાગઢ ગુફામા રહીએ છીએ તેમ જણાવ્યું હતુ. જાદવભાઇ સાંજના તેના ઘરે હતા ત્યારે માેબાઇલમા ફાેન આવ્યાે હતાે. અને તમારે વિધી કરાવવી પડશે તેમ કહેતા જાદવભાઇ ચાેટીલા તેના પુત્ર સાથે ગયા હતા. હળવદ ચાેકડી નજીક વિધી કરાઇ હતી અને આ શખ્સાેએ તેને ધુપની એક પેટી આપી હતી. બાદમા તેઓ ઘરે આવ્યા હતા. ફરી વખત ફાેન આવ્યાે હતાે અને વિધી પુર્ણ થઇ નથી કહી તમારે 21 તાેલાનાે હવન કરવાે પડશે અને ખર્ચ પેટે 2.31 લાખ થશે તેમ જણાવાયું હતુ. જેથી જાદવભાઇ અને તેના પત્ની રાેકડ રૂપિયા 2.31 લાખ તેમજ બે નવા માેબાઇલ લઇને ચાેટીલા તરફ જઇ રહ્યાં હતા.

રસ્તામા ચાર પૈકી એક શખ્સે તેની પાસેથી રૂપિયા લઇ લીધા હતા. અને હવે પાછુ જાેયા વગર ઘર તરફ જતા રહાે કહેતા બંને કાઠમા ઘરે આવી ગયા હતા. આ શખ્સાેએ તેમને વિધી પુર્ણ થઇ નથી તેમ જણાવી બાદમા ફાેન ઉપાડવાનુ બંધ કરી દેતા જાદવભાઇને છેતરપીંડી થયાનુ જણાયુ હતુ. અમરેલી તાલુકા પાેલીસ મથકના પીએસઆઇ પી.બી.લક્કડ સહિત ટીમે આ શખ્સાેને ઝડપી પાડવા ચક્રાે ગતિમાન કર્યા છે.

બાઇક પરથી પાછું વાળીને જાેયું એટલે હવન પૂર્ણ ન થયાે
જાદવભાઇ અને તેના પત્નીએ આ શખ્સાેને રાેકડ ચુકવી દીધા બાદ એક શખ્સે તેને ઘર સુધી પાછુ વાળીને જાેયા વગર જવા માટે કહ્યું હતુ. જેથી બંને બાઇક પર ઘરે પહાેંચી ગયા હતા. જાે કે બીજા દિવસે જાદવભાઇએ ફાેન કરતા આ શખ્સાેએ તેને કહ્યું હતુ કે તે પાછુ વાળીને જાેયુ એટલે હવન પુર્ણ નથી થયાે જેથી ફરી વિઘ્ન આવશે.

પુત્રનું માેત થશે તેવાે ભય બતાવી વધુ 3 લાખ માંગ્યા
આ ચારેય શખ્સાેએ 21 તાેલાનાે હવન ફેઇલ થયાે છે. કહી હવે 30 તાેલાનાે હવન કરવાે પડશે નહીતર તારા પુત્રનુ માેત થશે તેવાે ભય બતાવ્યાે હતાે. જાે કે આ અંગે જાદવભાઇએ સગા સંબંધીઓને વાત કરી હતી. જેથી જાદવભાઇની આંખ ઉઘડતા તેણે ચારેય સામે પાેલીસ ફરિયાદ નાેંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો