કાર્યવાહી:ચિતલમાં લોખંડના સામાનની ચોરી કરનાર 4 શખ્સ ઝડપાયા

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચારેય અમરેલીના રહેવાસી: સીસીટીવીમાં સામાન લઇ જતી રીક્ષા દેખાઇ અને પગેરૂ મળ્યું
  • એલસીબીએ 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમરેલી તાલુકાના ચિતલમા જુદીજુદી ત્રણ દુકાનમાથી લોખંડનો રૂપિયા 80 હજારનો સરસામાન ચોરી જનાર તસ્કર ગેંગના ચાર સભ્યોને આજે એલસીબીએ ઝડપી લીધા હતા.અમરેલી એલસીબીએ આજે સાવરકુંડલા બાયપાસ ચોકડી પર મફતપરામા રહેતા મગન હરજી પરમાર, નટુ ભુપત પરમાર, રંજન નટુ પરમાર અને ટોડા ગામની જસુબેન જયંતી ચારોલીયા એમ ચાર તસ્કરોની ધરપકડ કરી હતી. ગત સપ્તાહે અમરેલી તાલુકાના ચિતલમા આદેશ એન્જીનીયરીંગ નામની દુકાન બહાર મુકેલ રૂપિયા 18 હજારની કિમતના ત્રણ ડિફ્રેશન, મહાદેવ એન્જીનીયરીંગ નામની દુકાન બહારથી રૂપિયા 12 હજારની કિમતના બે ડિફ્રેશન અને સુનીલ હરી હરસોરાની દુકાન બહારથી 5 ડિફ્રેશનની ચોરી થતા તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાઇ હતી.

એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આઇ.જે.ગીડા, વાયરલેસ પીએસઆઇ જે.એમ.કડછા તથા કમાન્ડ કંટ્રોલરૂમના સ્ટાફે તપાસ કરતા સીસીટીવી ફુટેજમા એક રીક્ષા લોખંડનો આ સામાન લઇ જતા મળી હતી. જેને પગલે જીજે 16 એકસ 3471 નંબરની રીક્ષા તથા ચોરાઉ સામાન મળી 1.40 લાખનો મુદામાલ કબજે લેવાયો હતો.

ખુન, લૂંટ અને ચોરીના 16 ગુનામાં સંડોવણી
ઝડપાયેલી તસ્કર ગેંગ પૈકી મગન હરજી પરમાર રીઢો ગુનેગાર છે. આ શખ્સ ખુન, લુંટ, ચોરી સહિત 16 ગુનામા સંડોવાયેલો છે. તે ગઢડા, ખાંભા, અમરેલી, સાવરકુંડલા, લાઠી, ચલાલા અને લીલીયા પંથકમા ગુનાઓ આચરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...