હુમલો:બાબરામાં પાઇપ લાકડી વડે આધેડ પર 4 શખ્સનો હુમલો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુત્ર સાથે બાેલાચાલી કરવાની ના પાડતા ઝપાઝપી કરી

બાબરામા રહેતા એક આધેડના પુત્ર સાથે અહી જ રહેતા ચાર શખ્સાે બાેલાચાલી કરતા હાેય ના પાડતા આ શખ્સાેએ આધેડ પર પાઇપ લાકડી અને પાવડા જેવા હથિયારથી હુમલાે કરી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, આધેડને મારમાર્યાની આ ઘટના બાબરામા બની હતી. અહી રહેતા અમરશીભાઇ આલાભાઇ સાેંદરવા (ઉ.વ.52) નામના આધેડે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ વિહાભાઇની હાેટલ પાસે હતા ત્યારે હિતેષ કાનાભાઇ મારૂ, ચેતન કાનાભાઇ, ખીમજી ગાેવાભાઇ અને કાના ભાણાભાઇ નામના શખ્સાે તેના દીકરાને ગાળાે આપતા હતા જેથી ના પાડતા આ શખ્સાેએ ઉશ્કેરાઇ જઇ તેના પર પાઇપ લાકડી અને પાવડા વડે ઇજા પહાેંચાડી હતી.

જયારે હિતેષભાઇ કાનજીભાઇ મારૂએ વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે અમરશી આલાભાઇ સાેંદરવા, ભાવેશ અમરશી, નવનીત તેમજ નરેશ લખમણ નામના શખ્સાેએ ધારીયા તેમજ ત્રિકમ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને મારી નાખવાની ધમકી આપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કે.ડી.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...